દાંતા નજીક ૫૦ ફૂટ ઊંચા ઝાડની ડાળીએ મહિલાની લટકતી લાશ મળતા ચકચાર

બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક આવેલા હરિ વાવ ગામની સીમમાં આદિવાસી મહિલાની ઝાડે લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે તાલુકા મથક દાંતા નજીકના હરિવાવ ગામની સીમમાં આદિવાસી મહિલાની લાશ ૫૦ ફૂટ ઊંચા ઝાડની ડાળીએ લટકતી હાલતમાં મળી આવી.હતી જે સમાચાર વાયુવેગે પ્રસરી ઉઠતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને મહિલાની હત્યા કે આત્મહત્યા? ને લઈ પંથકમાં અવનવા તર્કવિતર્ક વહેતા થયા હતા મૃતક મહિલા.ચાર સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મહિલાના અપમૃત્યુને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે જે બાબતની જાણ થતાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.