ખાનગી વીમા કંપનીના અન્યાયને લઇ MLA વસોયા ખેડૂતો સાથે જાહેરમાં શર્ટ કાઢી રેલીમાં જોડાયા

ઉપલેટા: ખાનગી વીમા કંપની દ્વારા થતા અન્યાયને લઇને આજે ઉપલેટામાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં ખેડૂતોએ શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી હતી. સાથોસાથે ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખેડૂતો સાથે જાહેરમાં શર્ટ કાઢી રેલીમાં જોડાયા હતા. અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી ખેડૂતોએ ખાનગી વીમા કંપની દ્વારા કરવામાં આવતા અન્યાય સામે વિરોધ કર્યો હતો તેમજ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
 
પાક વીમો ખાનગી રિલાયન્સ વીમા કંપની દ્વારા ઉઘરાવવામાં આવ્યો છે. આ ખાનગી કંપની ખેડૂતોને નુકશાની આપવાની જવાબદારીમાંથી છટકવા વીમા કંપની દ્વારા ખોટું કરવામાં આવી રહ્યું હોય હાલના સર્વેના ભાગરૂપે ક્રોપ કટિંગ ચાલી રહ્યું છે. જે ખેતરોના ક્રોપ કટિંગના નિર્ણય કંપની દ્વારા લેવાયેલ છે તેવા ખેતરોના સર્વે નંબર આવેલા છે. ઈરાદાપૂર્વક પિયત પાક કરેલ હોય તેવા ખેતરના આપેલ છે. આ પાંચ ટકા ખેતરો જે નદીકાંઠાના છે અને ખેતરોમાં કૂવા પણ છે. પીવાના પાણીની વ્યવસ્થાથી સારા પાક ઊભા છે. આવા ખેતરોનો સર્વે અને ચકાસણી કરીને ક્રોપ કટિંગ કરેલ છે. આ ઉપરાંત સરકારે ઘઉંને મુખ્ય પાક તરીકે લીધેલ છે. જ્યારે કપાસ અને મગફળીને ગૌણ પાક તરીકે લીધેલ છે. જે નિર્ણય ખોટો છે. 
 
ચોમાસામાં મગફળી અને કપાસનું જ વાવેતર હોય છે. ઘઉં એ રવિ પાક છે. પરંતુ સરકાર દ્વારા વીમા કંપની સાથે સાઠગાંઠ હોય આ અંગે તાલુકાના ખેડૂતોને થયેલ અન્યાયના વિરોધમાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોને તાલુકા પંચાયત ખાતે બોલાવી અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો સાથે શહેરના મુખ્યમાર્ગો પર રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોના હિતમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લે ઉપલેટા પીઆઈ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં અવર-જવર સદંતર બંધ કરી દેવામાં આવી હતી. અંદર જવાની પત્રકારોને પણ પરવાનગી આપવામાં આવી ન હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.