કાંકરેજના ખારીયા નજીકની નર્મદાની મુખ્ય કેનાલમાં ૫૦ ફુટનુ ગાબડુ પડતા હજારો કયુસેક પાણી વેડફાયુ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ગામ નજીકથી રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી વધારે છોડાતા ખારીયા નજીક બનતા સાયફનના કામ નજીક લેવલથી પાણી ઉપર ચડતા ડાયવર્ઝન કરાયેલ કેનાલ તુટી જતાં હજારો ક્યુસેક પાણી વેડફાયુ હતુ.
 
કાંકરેજ તાલુકામાં ગત સાલ આવેલ ભારે પૂરમાં કાંકરેજ તાલુકામાં ભારે તારાજી સર્જાઈ હતી.  તેમાં એકલા ખારીયા ગામના ૧૭ થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો.અને જે ઘટના બનવા પામી હતી. બનાસ નદીના પાણીના વહેણને ચોમાસામાં પસાર કરવા બનાવેલા નર્મદાની મુખ્ય નહેર પરના સાયફનના કારણે ગોઝારી ઘટના બની હતી.તે જ સ્થળ ઉપર ગુરુવારની રાત્રીએ રાજસ્થાનમાં પાણી પહોંચાડવા ૭ હજાર ક્યૂસેક પાણી છોડાતા સાયફન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ૫૦ ફુટ જેટલુ ગાબડુ પડયું હતું. અને તે પાણી મોટા પ્રમાણમાં બનાસ નદીમાં ઠલવાયુ હતું.અને શિયાળાની ઋતુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો બનાસનદીના બદલે અન્ય સ્થળે કેનાલ તુટી હોત તો પુનઃ મોટી તારાજી સર્જાઇ હોત.તેના માટે જવાબદાર કોણ તેમ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. તાજેતરમાં પણ કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત જાહેર કરાયો છે.પરંતુ આ વિસ્તારને નુકસાન પ્રમાણે કોઈ વળતર મળ્યું નથી.આ ઘટનાની જાણ થતાં તાબડતોડ સ્થાનિક આગેવાનો જીલ્લા પંચાયત સદ્સ્ય પૂરણસિંહ વાઘેલા, તાલુકા ડેલીકેટ સિધ્ધરાજસિંહ વાઘેલા સહિત અધિકારી ઇન્ચાર્જ મામલતદાર,ટીડીઓ તેમજ સ્ટાફ સહિત અધિકારીઓ ધટનાસ્થળે દોડી આવ્યા હતા.નર્મદા વિભાગના અધિકારીઓએ તાબડતોબ જે.સી.બી.અને ડમ્પર મારફતે ગાબડુ પુર્વ વત કરવાની કામગીરી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.