ધી ન્યૂ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજમાં શાળા કક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

 
 
     
 
 
                    ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન, મહેસાણા દ્વારા તા.રર-૧-૧૯ ના રોજ વિજ્ઞાન આધારિત શાળા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય ‘માનવ જીવનમાં વિજ્ઞાન’ રહ્યો હતો. જે અંતર્ગત મહેસાણા તાલુકાની માધ્યમિક શાળાઓના રપ સ્પર્ધકોએ સહભાગી થઈ વિજ્ઞાનની માનવ જીવનમાં વિજ્ઞાન ઉપયોગિતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આયોજિત સ્પર્ધામાં પ્રથમ ક્રમે શાહ પ્રિયા રાજન (જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા)દ્વિતીય ક્રમે જાની મિશ્રા ભાવેશકુમાર (સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલય, મહેસાણા) અને તૃતીય ક્રમે પટેલ મનન માનિષકુમાર (જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા) વિજેતા રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે ર્ડા. આશિષભાઈ જિ. ઠાકર (વિસનગર) અને ર્ડા .મિતેશભાઈ દોશી (વિસનગર) ઉપÂસ્થત રહ્યા હતા. ઈનામ વિતરણ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નારણભાઈ એન.પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી, ધી ન્યૂ પ્રોગેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ, મહેસાણા) અને અતિથિ વિશેષ તરીકે બી.બી.નાયક (પૂર્વ સચિવ સ્પીપા, ગાંધીનગર) ઉપÂસ્થત રહી આજના ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનની ઉપયોગિતા અને મૌલિક અભિવ્યÂક્તના વિકાસ પર પ્રકાશ પાડી વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના પ્રિ.ર્ડા.એમ.કે.પટેલે ઉપÂસ્થત મહાનુભાવોનો શાÂબ્દક પરિચય રજૂ કર્યા હતા. સંચાલન ર્ડા.લતાબેન શર્માએ અને આભારવિધિ પ્રા. જાગૃતીબેન પટેલે કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.