02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અમીરગઢ પોલીસ દ્વારા લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો

અમીરગઢ પોલીસ દ્વારા લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો   05/12/2018

બનાસકાંના છેવાડાના તાલુકાના અમીરગઢ નજીકની રાજસ્થાન  બોર્ડર પર ચેંકિંગ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો અમીરગઢ સેલટેક્ષ ઓફિસની નજીકની ખાલી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ દારૂ છેલ્લા એક વર્ષના સમયગાળામાં પકડાવામાં આવ્યો હતો તો આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પણ રાજસ્થાન નજીક હોવાથી જેમકેમ પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 
 
અમીરગઢ પોલિસ દ્વારા સેલટેક્ષ કચેરી પાસે આવેલી ખાલી જગ્યાએ રૂ. ૮પ લાખ થી વધુ દારૂના જથ્થાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ર૦૧૮ ના કુલ ૬૬ (છાસઠ) ગુનાના કુલ બોટલ નંગ ર૭૩પપ અને જેની કિંમત અંદાજે ૮પ,ર૩૦૦૦ જેટલી થાય છે.  જે સમયે ઋષિકેશ ઉપાધ્યાય (ના.પો.અધિક્ષક ડીસા), એ.એમ.પરમાર (નશા અને આબ. અધિક્ષક પાલનપુર), કે.એન. ચાવડા, (સબ. ડી.વી. મે.જી.દાંતા) તથા બી.આર. પટેલ (પો.સબ.ઈન્સ.અમીરગઢ) સહિત પોલિસ બંદોબસ્ત વચ્ચે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Tags :