02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / વડોદરામાં એસિડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણને પોલીસે કુકડો બનાવ્યો

વડોદરામાં એસિડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણને પોલીસે કુકડો બનાવ્યો   30/04/2019

વડોદરામાં હાલ એમએસયુનો એસિડ એટેકની ધમકી કેસની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. એમએસ યુનિની વીપી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપવા મામલે પોલીસે આજે ધમકી આપનાર ઝુબેર પઠાણને કુકડો બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેને કુકડો બનાવી કુકડે કૂક બોલાવડાવ્યું હતું. હું હવે યુનિવર્સિટીમાં હોબાળો નહીં કરું વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે હાલમાં જ ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝુબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઝૂબેર પઠાણે કબૂલ્યું હતું કે, હું હવે યુનિવર્સિટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ક્રાઈમ બ્રાન્ચે આજે આરોપી ઝુબેર પઠાણને કુકડો બનાવી તેને કુકડે કુક બોલાવડાવ્યું હતું.  તેની પાસેથી બોલાવડાવ્યું હતું કે, હું એમ. એસ. યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરું છું. હું આજ પછી કોઈ દિવસ છોકરીઓની છેડતી કે ગુંડાગર્દી નહી કરું. આમ, હાલ ઝુબેરનો કુકડો બનતો વીડિયો સામે આવ્યો છે.

Tags :