02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર કોલેજમાં યુનિવર્સીટી કક્ષાની કોમ્પ્યુટર પરિચય શિબિર યોજાઈ

રાધનપુર કોલેજમાં યુનિવર્સીટી કક્ષાની કોમ્પ્યુટર પરિચય શિબિર યોજાઈ   26/12/2019

રાધનપુરમાં સજરી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ શ્ કોમર્સ કોલેજમાં યુનિવર્સીટી કક્ષાની કોમ્પ્યુટર પરિચય શિબિર યોજાઈ હતી,ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પ્રેરિત અને કોલેજ દ્વારા યોજાયેલી આ શિબિરમાં પ્રિન્સિપાલ ડો.સી.એમ.ઠક્કરે યુનિવર્સીટી દ્વારા કરવામાં આવતી વિવિધ શિબિરનો હેતુ અને તેના મહત્વ વિષે જાણકારી આપી હતી,જયારે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર અને કૃણાલભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ શિબિરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની વિવિધ ૨૫ કોલેજોના ૭૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શૈલેષભાઇ પ્રજાપતિ,કાજલ શર્મા,નિકુંજભાઈ પ્રજાપતિ,અકબરઅલી નાંદોલિયા સહિતે જહેમત ઉઠાવી હતી. શિબિરનું સંચાલન ડો.ચિરાગ રાવલે કર્યું હતું, અને આભારવિધિ પ્રા.કિશોરભાઈ ઠક્કરે કરી હતી.

Tags :