છાપી પી.એસ.આઈ. એ રિમાન્ડ દરમિયાન પ્રોહીબિશનના આરોપીને મારમાર્યો હોવાનો ગંભીર આરોપથી ચકચાર

  વડગામ તાલુકાના છાપી પોલીસની હદમાં ગત ગુરૂવાર રાત્રે એક શખ્સને દારૂ સાથે છાપી પોલીસે ઝડપી પાડ્‌યો હતો.દરમિયાન આરોપી ને વડગામ કોર્ટમાં રજૂ કરતા ના.કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા  રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરતા આરોપીએ રિમાન્ડ દરમિયાન પોલીસે મારમાર્યો હોવાનો   ન્યાયાધીશ સમક્ષ આરોપ મુકતા ન્યાયાધીશ દ્રારા આરોપીને સારવાર હેઠળ ખસેડવા હુકમ કર્યો હતો.
   
      વડગામ તાલુકાના છાપી પોલીસે ગત ગુરુવારે દારૂના જથ્થા સાથે ડાલવાણાના મુસ્તુફા સિપાઈ તેમજ કાદર સિપાઈને  ઝડપ્યા હતા અને બન્નેને કોર્ટમાં રજૂ કરાયા હતા. ના.કોર્ટે બન્ને આરોપી ઓના બે દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે સોમવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આરોપી મુસ્તુફાએ  ના.ન્યાયાધીશ સમક્ષ છાપી પી.એસ.આઈ.પરિમલ દેસાઈ તેમજ પોલીસે ઢોર માર માર્યાની ફરિયાદ કરતા ન્યાયાધીશ દ્રારા આરોપીને  તાત્કાલિક સારવાર હેઠળ વડગામ સી.એસ.સી.ખાતે ખસેડવા હુકમ કર્યો હતો. જોકે આરોપીને વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં મોડી સાંજે ખસેડવામો આવ્યો હોવાનું જાણવા મળે છે આરોપી એ ન્યાયાધીશ સમક્ષ કહ્યું હતું કે પોલીસે તેને શરીર ના તમામ ભાગે બે રહીમી થી માર્યો હતો જેથી પોલિસ સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. પોલીસ વિરુદ્ધ મારમાર્યા નો આક્ષેપ થી ખળભળાટ મચી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.