02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ભાભર રાધનપુર હાઇવે પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત 1નુ ધટનાસ્થળે કમકમાટીભર્યુ મોત

ભાભર રાધનપુર હાઇવે પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત 1નુ ધટનાસ્થળે કમકમાટીભર્યુ મોત   11/01/2019

જાણવા મળતી માહિતી મુજબ મુકેશ જીવાભાઈ દેસાઈ ઉ.વ. આશરે 23 રહે.કટાવ તાલુકો. સુઈગામવાળા ભાભર માર્કેટમાં આવેલ  મામાની પેઢીએથી બાઈક લઈ પોતાના ઘરે કટાવ જવા નિકળેલ આશરે 4 વાગ્યાના સમયે ભાભર રાધનપુર હાઈવે પરથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી જીપ ચાલાકે જોરદાર ટકકર મારતા બાઈક ચાલક હવામાં ફગોળાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવકનુ કમકમાટીભર્યા ધટનાસ્થળે મોત નિપજ્યું હતુ.અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી સાથે ભાગી ગયો હતો. યુવક ના મોત થી પરિવાર માં રોકકળાટ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવકે તાજેતરમાં લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામ આવે તે પહેલાં મોત થતા પરિવાર નું સ્વપ્નુ રોળાઈ જવા પામ્યુ હતું. ધટનાસ્થળે પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :