મોડાસાથી લોકરક્ષકના પરીક્ષાર્થીઓ ભરી ગાંધીનગર જતી બસનો ચાલક પીધેલો ઃ વડગામ નજીક બસ હાલક ડોલક થતા વિદ્યાર્થીઓ ઉતરી ગયા

૬ જાન્યુઆરી લોકરક્ષક દળની પરીક્ષામાં અગાઉ લોકરક્ષક દળની પરીક્ષા પેપર કૌભાંડના પગલે રદ થતા રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે એસ.ટી બસમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબદ્ધ કરાવી હતી. લોકરક્ષક દળની ટ્રીપમાં ફરજ પરના તમામ ડ્રાઈવરોની બ્રીથ એનલાઈઝર મશીન દ્વારા ચકાસણી કરી ડ્રાઈવરોને બસની કમાન સોંપવાનો પરિપત્ર કરાયો હતો તેમ છતાં મોડાસા ડેપોની મોડાસાથી ગાંધીનગર લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ ભરી નીકળેલ બસનો ડ્રાઈવર નશામાં ધૂત હોવાની અને બેફામ બસ હંકારતા પરીક્ષાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. પરીક્ષાર્થીઓને વડાગામ નજીક બસ અટકાવી હોબાળો મચાવતા બાયડ ડેપો મેનેજરે અન્ય ડ્રાઈવરની સગવડ કરી વડગામ દોડી જઈ બ્રીથ એનલાઇઝર મશીનથી ડ્રાઇવરની ચકાસણી કરતા ડ્રાઈવર પીધેલો હોવાનું જણાતાં મોડાસા ટાઉન પોલીસને સોંપતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  મોડાસા થી ગાંધીનગર લોકરક્ષક દળની ટ્રીપ માટે મોડાસા ડેપોની એસ.ટી બસ (ગાડી.નં.૭૮૪૧ ) માં ૫૦ થી વધુ પરીક્ષાર્થીઓ સાથે મોડાસા ડેપો માંથી રવાના  થઈ હતી. બસનો ચાલક લાલસિંહ ચંદનસિંહ જાડેજા પીધેલો હોવાથી બસ બેફામ હંકારતા પરીક્ષાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ધનસુરા વડાગામ નજીક પરીક્ષાર્થીઓએ હોબાળો કરી જીવ બચાવવા નીચે ઉતારી જતા અને કંડક્ટરે ડેપો મેનેજરને જાણ કરતા બાયડ ડેપો મેનેજર દોડી આવી પરીક્ષાર્થીઓનો સમયના બગડે તે માટે અન્ય ડ્રાઈવરની સગવડ કરી બસ ચાલકને મોડાસા ડેપોમાં લઈ આવતા મોડાસા ટાઉન પોલીસે બસ ચાલકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.