ઉત્તર ગુજરાતમાં ૧૦૦ % નોકરી આપવાનું કહી હજારો રૂપિયા ખંખેરી લેતી લેભાગુ સંસ્થાઓનો રાફડો

     
 
 
              કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તેવી પરિÂસ્થતિ હાલ ઉત્તર ગુજરાતના શિક્ષત બેરોજગાર વિદ્યાર્થીઓની છે. કેટલાય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નોકરી મળવાની આશામાં હજારો રૂપિયા આવી સંસ્થાઓને આપી છેતરાઈ રહ્યા છે. આ સંસ્થાઓ પાસે કોઈ સરકારી પરમીશન છે કે નહી તેની જાણકારી મેળવ્યા વગર નોકરીની મળવાની આશામાં લુંટાઈ રહ્યા છે. આવી સંસ્થાઓનો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે.
ઉત્તર ગુજરાતમાં હાલ રોજે-રોજ મીડીયામાં ૧૦૦ ટકા નોકરીની ગેરંટી આપલી સંસ્થાઓની જાહેરાતો આવે છે. જેમાં ફાયરમેન, એસ.આઈ, એલ.આઈ., જી.એન. બી.એ. એન. એમ જેવા કોર્ષની જાહેર ખબરો આવે છે. જેમાં ધોરણ ૧૦ પાસ અને ૧ર પાસ વિદ્યાર્થઓને ૧૦૦ ટકા નોકરી આપવાના પ્રલોભન અપાઈ હજારો રૂપિયા ફી પેટે વસુલવામાં આવી રહ્યા છે. ૧૦૦ ટકા નોકરી મળશે તેવા પ્રલોભનને લઈ વાલીઓ આ સંસ્થાઓ પાસે કઈ સરકારી માન્યતા છે. તેની ચકાસણી કરવી પણ જરૂરી સમજતા નથી. માત્ર પોતાના-દિકરા કે દિકરીને ૧૦૦ ટકા નોકરી મળી જશે એવી આશાને લઈ હજારોની ફી આ સંસ્થાઓને આપી દે છે.
ઉત્તર ગુજરાતમાં હાલ-સાબરકાંઠા-અરવલ્લી, મહેસાણા -બનાસકાંઠા જિલ્લાઓમાં આવી કેટલીય સંસ્થાઓ ધમ-ધમી રહી છે. કોની પાસે કેટલી મંજુરી છે તે કદાચ સ્થાનિક તંત્ર પાસે પણ નહી હોય. એલ આઈ કે ફાયરમેનનો કોર્ષ ચલાવવા સરકારી મંજુરી મેળવવાની હોય છે. પર શું આ સંસ્થાઓ પાસે મંજુરી છે કે નહી તે તો ભગવાન જાણે. આ સંસ્થાઓ પાસે પોતાના બિલ્ડીંગ નથી, રમતનું મેદાન નથી, લેબ નથી, યોગ્ય શિક્ષકો નથી તેમ છતાં લોકો પાસેથી હજારોની ફી ઉઘરાવી છેલ્લાં બે-ત્રણ વર્ષથી છેતરી રહ્યા છે. આ સંસ્થાનો કોર્ષ પુર્ણ થયા પછી આ સંસ્થાનું સર્ટી સરકારમાં માન્ય ગણાય છે કેનદી તે પણ વિદ્યાર્થીઓ કે વાલીઓ જાણતા નથી.આવી સંસ્થાઓ વિરૂધ્ધ સત્વરે તંત્ર જાગે અને આવી સંસ્થાઓ પાસે કઈ મંજુરી છે તેમની ચકાસણી કરે તે ખૂબ જરૂરી બનવા પામ્યું છે. જા આમ નહીં થાય તો કદાચ આવનારા સમયમાં ૧૦૦ ટકા નોકરી મેળવાની ન આશામાં કોઈ વ્યÂક્તનું ઘર બરબાદ ન થઈ જાય.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.