02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસા તાલુકામાંથી પસાર થતી દાંતીવાડા જળાશયની કેનાલમાં પાણીનો પ્રવાહ ધમધમતો થયો

ડીસા તાલુકામાંથી પસાર થતી દાંતીવાડા જળાશયની કેનાલમાં પાણીનો પ્રવાહ ધમધમતો થયો   02/12/2019

રખેવાળ ન્યુઝ વડાવલ 
બનાસકાંઠા પાટણ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ગતરોજ રવી સીઝનની વાવણી માટે કેનાલ મારફતે ૮૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં મેઇન કેનાલની સાથે તેનામાંથી નીકળતી નાની બ્રાન્ચ કેનાલોમાં પાણીનો ધમધમતો પ્રવાહને જોઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉઠી છે.
દાંતીવાડા ડેમ આધારીત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક ગામોને સિંચાઇની જરૂરિયાત મુજબના ત્રણ પાણી આપવાનું દાંતીવાડા સિંચાઈ વિભાગ દ્વારા જાણવા મળેલ છે.આ વર્ષે જિલ્લાના ઉપરવાસમાં નહીવત વરસાદ થયો હતો.જેને લઇ પાણી પુરતા પ્રમાણમાં આવક થવા પામી નથી.પરંતુ ડેમમાં જે પાણીનો સંગ્રહ છે. તેમાંથી શિયાળુ પાકને સિંચાઇ માટે પાણી આપવાનું થતા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જોડતી કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહયુ છે. દાંતીવાડા જળાશય ડીસા સિંચાઈ વિભાગ એકની પીઆઈએમની મીટીંગ રવિવારના રોજ ડીસા તાલુકાના નવાગામ યોજાઇ હતી જેમાં દાંતીવાડા જળાશય યોજના વિભાગ એકની પિયત વિસ્તાર સહભાગી સિંચાઈની પિયત મંડળીઓના પ્રમુખ મંત્રી તથા સભ્યો અને ખેડૂત ખાતેદારોની મીટિંગમાં અધિકારીઓ દ્વારા જળ એ જ જીવન અંતર્ગત ખેડૂતોને માહિતી આપી હતી અને કેનાલ મારફતે છોડેલું પાણી સિંચાઈ કરવા માટે છેલ્લા સુધીના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનો વિચારવિમર્શ થયો હતો.જેમાં ડીસા સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સોલંકી તથા પરમાર તેમજ પીઆઇએમના સંસ્થાના પ્રતિનિધિઓ હાજરી આપી હતી.આ પ્રસંગે ડીસા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ જોગાભાઈ નવા એ પણ ખાસ હાજરી આપી ખેડૂતો વતી સૂચનો કરી અધિકારીની સાથે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ બાબતે દાંતીવાડા ગ્રાસે વિભાગના સૂત્રો પાસેથી કેટલીક વિગતો પ્રમાણે શનિવારના સાંજે પાંચ કલાકે દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે ૮૫૦ ક્યુસેક પાણીની જાવક થઇ રહેલી જોવા મળી રહી છે.
                                                                                                                                                                                 તસ્વીર અહેવાલ : નરસિંહ દેસાઈ 

Tags :