02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસાના વેપારીને બાયોડીઝલ પંપની ડીલરશીપની લાલચ આપી રૂ.૧૫ લાખની છેતરપીંડી

ડીસાના વેપારીને બાયોડીઝલ પંપની ડીલરશીપની લાલચ આપી રૂ.૧૫ લાખની છેતરપીંડી   01/06/2019

ડીસાના એક વેપારીને બાયો ડીઝલ પંપની ડીલરશીપ આપવાની લાલચ આપી  રૂ.૧૫ લાખની છેતરપીંડી આચરનાર અમદાવાદની એમઈઈ પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ડાયરેક્ટરો સહીત ૮ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.
 
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં સેટેલાઈટ અને બોપલ-આંબલી રોડ પર ઓફિસ ધરાવીને એમઈઈ પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ડાયરેક્ટરોએ બાયો ડીઝલ પંપની ડીલરશીપ આપવાની લાલચ આપી ડીસાના વેપારી સાથે રૂ.૧૫ લાખની ઠગાઈ આચરી છે. વેપારીએ કંપનીના ડિરેક્ટરો સહીત ૮ લોકો વિરૂદ્ધ ડીસા પોલીસ સ્ટેશનમાં તા.૨૮મી મેના રોજ ફરિયાદ નોધાવી છે.આરોપીએ ગત જાન્યુ,૨૦૧૭માં વેપારીને તેઓની કંપની છ માસમાં ૧૦૦ બાયોડિઝલ પંપ શરૂ કરશે. જેમાંથી ૫૦ પંપ તો ટોયટા કંપનીના ડિલર ઈન્ફિનિયમ ટોયોટા શરૂ કરવાના છે.મોટી કંપનીનું નામ આપી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. ડીસાના એન.આર.પાર્કમાં રહેતાં બલરામભાઈ ભરતભાઈ પઢીયાર (ઉં,૩૯)એ કંપનીના ડિરેક્ટરો શારીકા શિંદે,જયત જગન્નાથ, સચીન સહેબાઓ,લીગલના માણસ સંપતરાય અને કિશોર ગાયકવાડ, સેલ્સ વિભાગના વિકાસ રાય, ગૌરાંગ ચોકસી અને ફેસલ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ મૂજબ આરોપી ગૌરાંગ ચોકસી ર૦૧૭ની સાલમાં બલરામભાઈને મળીને બાયો ડીઝલ પંપની ફ્રેન્ચાઈઝી અને ડિલરશીપ આપવાનું છે તેમ કહી લોભામણી અને વાતો કંરીને વિશ્વાસ કેળવ્યો હતો. આરોપી ડીલરશીપ પસંદ ના આવે તો ગમે તે તબકકે તમે ભરેલ રકમ પરત કરી દઈશું તેવી પણ ખાતરી આપી હતી. બલરામભાઈએ આરોપીની કંપનીમાં મે, ૨૦૧૭માં ત્રણ તબકકામાં રૂ.૧૫ લાખ તેમજ ફોર્મની રકમના રૂ.૩૦૦૦ હજાર ભર્યા હતા. જો કે, ડિલરશીપ કે ફ્રેન્ચાઇઝી બે વર્ષ થયા બાદ પણ શરુ થઇ ના હતી. ફોર્મમાં પત્નીનું નામ હટાવી બલરામભાઈના નામે આરોપીઓએ એપોઈન્ટમેન્ટ લેટર બનાવ્યો હતો.આ અંગેની ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :