02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા)ની યોજના ખોરંભે ચડતાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની

સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા)ની યોજના ખોરંભે ચડતાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની   09/08/2018

સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા)ની યોજના ખોરંભે ચડતાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની
 
 
 
ડીસા
ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા) પદ્ધતિથી ખેડૂતો સારૂં એવું ઉત્પાદન મેળવી મહદ્‌અંશે સમૃદ્ધ થયા છે. જેના કારણે જ સુક્ષ્મ સિંચાઈ યોજનામાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરંતુ ચાલુ વર્ષે આ યોજનાની ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એક કંપની દ્વારા ભાવ ભરવામાં ભુલ કરી છે જેથી સમગ્ર યોજના અટવાઈ જવા પામી છે જેનો ભોગ ખેડૂતોને બનવું પડયું છે. આ અંગે ખેડૂતોએ રાજય સરકારમાં રજુઆત કરી છે પરંતુ હજુ સુધી યોગ્ય પરિણામ મળ્યું નથી.
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ખેતીમાં સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા) પદ્ધતિનો ઉપયોગ ખુબ જ વધ્યો છે જેનાથી ખેડૂતો સારૂં એવું ઉત્પાદન મેળવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વર્ષ ર૦૦પ માં રપ૦૦૦ હેકટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થતું હતું પરંતુ ખેડૂતોએ સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા) પદ્ધતિ અપનાવવા વર્ષ ર૦૧૮ સુધીમાં ૭૦,૦૦૦ હેકટર જમીનમાં બટાટાનું વાવેતર કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય પાકો જેવા કે મગફળીના વાવેતરમાં પણ વધારો થયો છે. આ સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા) પદ્ધતિ અપનાવનારને રાજય સરકારની જી.જી.આર.સી. કંપની દ્વારા ટેન્ડરમાં સબસીડી આપવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે હાથ ધરાયેલ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એક કંપની દ્વારા ભાવ ભરવામાં ટાઈમીંગ મીસ્ટેક (ભુલ) હોઈ આ યોજના છેલ્લા પાંચ મહીનાથી ખોરંભે ચડી છે.હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સંતોષ કારક વરસાદ થયો નથી. જેથી ખેડૂતોનો મહામુલો પાક મુરઝાવા લાગ્યો છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાય તેવા એંધાણ જાવા મળી રહ્યા છે તેવા સમયે  સુક્ષ્મ સિંચાઈ (મીની ફુવારા) પદ્ધતિ બંધ થતાં ખેડુતોના પાકોને નુકશાન થવા સાથે તેમની હાલત ખુબ જ દયનીય બની ગઈ છે.

Tags :