રાજ્ય માં ૧૭ જજાની વરણીની માંગ સાથે આવતીકાલે વકીલોની હડતાળ

અમદાવાદ : ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટી, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસીંગ સોસાયટી વગેરે આવેલા છે અને જેની તકરાર કે વિવાદના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, એપલેટે ટ્રિબ્યુનલ અને ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલની સ્થાપના કરાયેલી છે. પરંતુ છેલ્લા સાત મહિના ઉપરાંતના સમયથી રાજયની ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી માત્ર સમ ખાવા પૂરતી એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે તેમ જ ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યા ખાલી છે. આ સમગ્ર મામલે રાજય સરકાર, ગુજરાત હાઇકોર્ટ અને છેક વડાપ્રધાન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં નિમણૂંકો નહી થતાં ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન દ્વારા તા.૧૧મી ઓકટોબરે રાજયવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને રાજયના અન્ય બાર એસોસી એશને પણ બહુ મજબૂત સમર્થન જારી કર્યું છે. આ હડતાળને પગલે તા.૧૧મી ઓકટોબરે રાજયની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોની કામગીરી તો ઠપ્પ થઇ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.