ડીસા માર્કેટયાર્ડના દરવાજે ટ્રકો રોકી નાણાંની ઉઘરાણીના આક્ષેપો, પરેશાન વેપારીઓ દ્વારા અહિંસક આંદોલનની ચીમકી

ડીસા માર્કેટયાર્ડ સંકુલ બહારના દરવાજે કેટલાક ટ્રક માલિકો અને સંચાલકો ગેરકાયદે મંડળી રચી માર્કેટયાર્ડમાં માલ ભરવા આવતી ટ્રકોની રોકી બિનઅધિકૃત રીતે નાણાંની માંગણી કરતા હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ ધી ડીસા ગ્રેઈન એન્ડ સીડ્‌સ મર્ચન્ટ એસોસિએશનના નેજા હેઠળ ના. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 
 
વેપારી મથક ડીસામાં આવેલ માર્કેટયાર્ડમાં ભાડાના મુદ્દે ટ્રક માલિકો અને વેપારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. તેથી વેપારીઓ ડીસા ટ્રક એસોસિએશનની ટ્રકો માલની હેરાફેરી માટે બોલાવતા નથી. જેથી ટ્રક માલિકો અને સંચાલકોને નુકશાન જતા બે દિવસ અગાઉ તેમણે આ મુદ્દે ના. કલેક્ટરે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ વેપારીઓએ આપેલા આવેદનપત્રમાં કેટલાક ટ્રક માલિકો અને સંચાલકો માર્કેટયાર્ડ સંકુલની બહારના દરવાજે ઉભા રહી માલ ભરવા આવતી ટ્રકોને રોકી ટ્રકમાં તોડફોડ કરવાની ધમકી આપી પ૦ થી પ૦૦ રૂ. પડાવતા હોવાના આક્ષેપો કરી વેપારી હોવાના નાતે બિનજરૂરી ઝગડામાં પડતા નથી.
 
તેનો ગેરલાભ ઉઠાવતા અમો માલની નિકાસ કરી શકતા નથી. જેથી અમારા ધંધાને માઠી અસર થાય છે. ત્યારે આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે બે દિવસ એટલે કે ર૦ મી ઓગસ્ટ સુધી ધોરણસરના પગલા નહીં લેવાય તો અમારે નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલનનો આશરો લઈ વેપાર- ધંધા બંધ કરવા પડશે. જેનાથી ખેડુતોને અને અમોને થનાર હાલાકીની જવાબદારી સરકારની રહેશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.