02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તથા ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પાટણમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તથા ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો   30/08/2019

પાટણ : પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે નૅશનલ સ્પોટ્‌ર્સ ડે તથા ફિટ ઈન્ડિયા મુવમેન્ટનો લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ દ્વારા લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તથા સ્વસ્થ રહેવા માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે સ્પોટ્‌ર્સ સંકુલ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈન્ડિયા મુવમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નામના અપાવનાર અને હાકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદની જન્મતિથી ૨૯ ઓગષ્ટને નૅશનલ સ્પોટ્‌ર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે વિવિધ ખેલ સ્પર્ધાઓ યોજાઈ હતી. સંકુલ ખાતે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દોડનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા મેજર ધ્યાનચંદના જીવન અને તેમની સફળતાઓ વિશે જાણકારી આપી રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડ્‌યું હતું. આ ઉપરાંત રમતવીરોને ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ધ્યાન-યોગ તથા વ્યાયામ અને સુપોષિત આહાર દ્વારા સ્વસ્થ રહેવા શપથ ગ્રહણ કરાવ્યા હતા. પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.જી. પ્રજાપતિ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી કુ.દિપલબેન રાવલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી બાબુભાઈ ચૌધરી, યોગેશભાઈ આચાર્ય, સિનીયર કોચશ્રી આનંદભાઈ નહેરા સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં બાળકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :