રતનપુર ચેક પોસ્ટ પરથી રૂ.૧૬.૯૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી : રાજસ્થાન રાજય માંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજય માં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ  દરમિયાન .કે.વાય.વ્યાસ પો.સ.ઇ શામળાજી ને બાતમી આધારે  અણસોલ  ગામની સીમમાંથી રતનપુર ચેકપોસ્ટ ખાતે ૧૬,૯૭,૧૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.જેના આરોપી અસલમખાન નુરમહોમ્મદ મેઉ (મુસ્લીમ) ઉ.વ.૩૨ રહે.મુરાદબાસ તા.-નુહુ જી.-નુહુ મેવાત (હરીયાણા)ની ધરપકડ કરવામાં આવી હતી.
     મીની ટ્રક માં ભારતીય બનાવટ ની ઇગ્લીશ દારૂ ની પેટીઓ નંગ ૯૨ જેમાની કુલ બોટલ નંગ ૧૧૦૪ જેની કિ.રૂ ૪,૯૫,૬૦૦ નો  ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.મીની ટ્રક ગાડી ની કિ રૂ ૮,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ રૂ ૧૫૦૦/- તેમજ મીની ટ્રક ગાડીમાં
 કવરીગ તરીકે ઉપયોગમાં લીધેલ બિસ્કિટ નાના મોટા ખોખા નંગ ૪૫૦ જેની આશરે કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- તથા બીલ્ટી નંગ ૧ કિ.રૂ.૦૦/૦૦ નો મળી કુલ કિ રૂ.૧૬,૯૭,૧૦૦/- ના મુદ્દામાલ કબજે કીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.