02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ગદોસણ-પારેવીયા વીર પરિસરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

પાટણ ગદોસણ-પારેવીયા વીર પરિસરમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ   02/02/2019

પાટણ  પશુપાલન ખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર અને ઘનિષ્ઠ પશુપાલન સુધારણા યોજના, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના સબોસણ-પરવીયા વીર મહારાજ મંદિર પરિસરમાં પશુપાલન-વ-પ્રદર્શન શિબિર યોજાઇ હતી. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મોહનભાઇ પટેલે જણાવ્યુંહતું કે, પશુપાલનનો વ્યવસાય ખુબ પવિત્ર અને એક ઔદ્યોગિક ધંધા તરીકે વિકાસ થઇ રહયો છે. જે આજના સમયની ખુબ માંગ છે. દુધના વ્યવસાયમાં સારી ઓલાદના પશુઓનું જતન કરવાથી દુધનુંવધુ ઉત્પાદન થશે. જે આપણા જીવનને આર્થિક મજબુત બનાવશે.શ્વેત ક્રાંતિમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે શ્રી પટેલે દિકરીઓને ભણાવવા પર ખાસ ભાર મુક્યો હતો. 
આ પ્રસંગે નાયબ પશુપાલન અધિકારી ર્ડા. નટુભાઇ પટેલે સરકારની પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતી પુરી પાડી હતી અને પશુઓનું સમયસર રસીકરણ કરાવવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તા. ૧ લી ફેબ્રુઆરી-૨૦૧૯ થી ખરવા-મોવાની રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે તેનો પશુપાલકોએ લાભ લેવા સુચન કર્યું હતું. સરકારી યોજનાઓની સબસીડી અને પશુપાલન લોન સરળતાથી મળી રહે તે માટે પશુપાલકોએ ફરજીયાત બેંકમાં ખાતું ખોલાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ર્ડા.એસ. એન.જોષીએ પશુપાલન વ્યવસાયને કેવી રીતે નફાકારક બનાવી શકાય તે માટે સવિસ્તાર માહીતી આપી હતી. ર્ડા. એમ.એ. ગામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પશુ પોષણ અને સ્વચ્છ દુધ ઉત્પાદન માટે લેવાની થતી કાળજીઓ અને સંલગ્ન જરૂરી સુચનો કર્યા હતા. ર્ડા.એ.વી. જોષીએ પશુ રોગ અને જુનોટીક રોગો અંગેની સવિસ્તાર માહિતી અને સોલ્યુશન માટેના સુચનો સવિસ્તાર આપ્યા હતા. ર્ડા.એ.બી.મોદીએ પશુપાલન ઉછેર અંગે માહિતી આપી હતી. પશુપાલન ખાતું અને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા યોજાયેલ પ્રદર્શનનું બહોળી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે મહેમાનોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ ૬ પશુપાલકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ શિબિરમાં મહમંદપુર પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યુંહતું. આભારવિધિ સુનીલભાઇ પ્રજાપતિએ કરી હતી. આ શિબીરમાં ર્ડા. કે.એમ. પંચા, ર્ડા.આર. એસ. પટેલ, ર્ડા.સી.જી. પટેલ, જિલ્લાના પશુપાલકો, અધિકારી-કર્મચારી ગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. 

Tags :