02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાનું કાર્ય પૂર્ણ, ૩૧ ઓક્ટોમ્બરે PM મોદીના હસ્તે થશે ઉદ્ધાટન

વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાનું કાર્ય પૂર્ણ, ૩૧ ઓક્ટોમ્બરે PM મોદીના હસ્તે થશે ઉદ્ધાટન   11/10/2018

અમદાવાદઃ કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટને સતત સાત દિવસ સુધી સાઇટ પર ધામા નાખ્યા બાદ આ તસવીર મળી છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.
 
હવે આપણા સરદાર દુનિયાના સૌથી ઊંચા સરદાર છે. દેશનું સૌથી ઊંચુ સપનું અંતે સાકાર થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે તૈયાર છે. તેની સામે 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ નહીં ટકે. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. દિવ્ય ભાસ્કર આ પ્રતિમા વિશે એ બધું જ જણાવશે જે વાંચીને તમે ગર્વ અનુભવશો.
 
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.

Tags :