પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે વધારો

 
 
                         પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે રવિવારના દિવસે પણ વધારો ઝીંકી દીધો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયા-ડોલરના રેટ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતના આધાર પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજના આધાર પર નિર્ણય લેવામાં આવે છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમત દરેક શહેરમાં જુદી જુદી રહે છે. કારણ કે, લોકલ ટેક્સ અને પરિવહન ખર્ચના આધાર પર એક પંપથી લઇને બીજા પંપ ઉપર તથા એક શહેરથી લઇને બીજા શહેરમાં જુદા જુદા ભાવ રહે છે. દિલ્હીમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમત મેટ્રો શહેરોમાં સૌથી સસ્તી છે. કારણ કે, અહીં ટેક્સ ખુબ નીચા રહેલા છે. સરકારે ગઇકાલે જ એવી ખાતરી આપી હતી કે તે કિંમતોને કાબૂમાં લેવા માટે તમામ પગલા લઈ રહી છે. તેલ કિંમતોને અંકુશમુક્ત કરવાના સંદર્ભમાં કોઇ નવા નિર્ણય લેવા સરકાર જઈ રહી નથી. ગુરુવારના દિવસે ૧૨ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.