ક્લિનીકનો ટેક્નિશિયન મહિલાઓનાં બનાવતો અશ્લીલ વીડિયો, આરોપીની ધરપકડ

સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેક્નીશિયન પર મહિલાઓએ અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. 145 જેટલી મહિલાઓએ ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટેક્નિશીયન મહમદ મંસુરી સારવારનાં નામે મહિલાઓને રૂમમાં લઈ જતો હતો.
 
રૂમમાં મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને વીડિયો ઉતારતો હતો. આ ઘટના બાદ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ટેક્નિશીયન મહમદ મંસુરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
 
મહત્વનું છે કે આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ સુરતનાં ડિંડોલી વિસ્તારની 145 જેટલી મહિલાઓ આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેઓએ તેમનાં વિસ્તારમાં જ આવેલ એક ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો હતો. ત્યારે તે બધી મહિલાઓ એક સાથે જઇને તે ટેક્નિશીયનને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી.
 
મહિલાઓએ પોલીસ સ્ટેશને પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, આ ટેક્નીશીયન સારવારને નામે મહિલાઓને રૂમમાં લઇ જતો હતો અને રૂમમાં જ મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને અશ્લીલ હરકતો કરીને તેનો વીડિયો ઉતારતો હતો. જો કે, આ મામલે સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.