02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદમાં ખેડૂતના ખિસ્સામાંથી ૨૪૦૦૦ રૂપિયાની ચીલઝડપ

થરાદમાં ખેડૂતના ખિસ્સામાંથી ૨૪૦૦૦ રૂપિયાની ચીલઝડપ   06/08/2018

થરાદમાં ખેડૂતના ખિસ્સામાંથી ૨૪૦૦૦ રૂપિયાની ચીલઝડપ
 
 
થરાદ
થરાદ શહેરની એક ઘટના મુજબ થરાદના રડકાના રાંમાભાઇ ગમનાજી બ્રાહ્મણ નામના ખેડુત શનિવારના બપોરના અઢી વાગ્યાના સુમારે થરાદ માર્કેટમાં માલ વેચીને તેનાથી આવેલા રૂપીયા ૨૪હજાર લઇને સામાન માટે ખરીદી કરવા થરાદની બજારમાં આવવા માટે માર્કેટથી ચારરસ્તાની રિક્ષામાં બેઠા હતા.જેમાં બે શખસો બેઠેલ હતા. જેઓ થોડે દુર જઇને રિક્ષામાંથી ઉતરી ગયા હતા. આથી શક પડતાં તેમણે ખિસ્સુ ચેક કરતાં તેમાંથી રૂપીયા જતા રહ્યા હતા.આથી રિૅક્ષા પાછી વાળીને તપાસ કરતાં બંન્ને ભાગી છુટ્યા હતા.આ અંગે ખેડુતે થરાદ પોલીસમથકમાં તેઓ જે રિક્ષામાં બેઠા હતા તેનો નંબર ૦૫૫૨ હોવાનું જણાવી ચોરને પકડવાની રજુઆત કરી હતી.આ બનાવથી ચકચાર મચવા પામી હતી.
 
 
 

Tags :