02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દિલ્હીના કરોલ બાગ હોટલમાં આગથી ૧૭ના મોત, જીવ બચાવવા ચોથા માળથી ૩ લોકો કૂદ્યા

દિલ્હીના કરોલ બાગ હોટલમાં આગથી ૧૭ના મોત, જીવ બચાવવા ચોથા માળથી ૩ લોકો કૂદ્યા   12/02/2019

દિલ્હીના કરોલ બાગ હોટલમાં આગથી ૧૭ના મોત, જીવ બચાવવા ચોથા માળથી ૩ લોકો કૂદ્યા
નવી દિલ્હીઃ શહેરના કરોલ બાગમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં મંગળવારે વહેલી સવારે ૪.૩૦ વાગે આગ લાગી હતી. આ આગમાં કુલ ૧૭ લોકોના મોત થયા હતા. આગ લાગવાથી જીવ બચાવવા લોકો ચોથા માળેથી કૂદવા લાગ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે.
મળેલી માહિતી પ્રમાણે મોટા ભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. ૨૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડ ટીમના ડેપ્યૂટી ચીફ સુનીલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે હોટલમાંથી ૯ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
 
માહિતી પ્રમાણે અહીં એક પરિવારે આ હોટલમાં ૩૫ રૂમ બુક કરાવ્યા હતા. આ પરિવાર શહેરના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો હતા. આ દુર્ઘટનામાં ૩૫ લોકોનાં મોત થયા હતા. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
 
બીજા અને ચોથા માળ પર સૌથી વધુ અસરઃ આ હોટલમાં બેસમેંટ, ગ્રાઉન્ડ ફ્‌લોર ઉપરાંત બીજા ચાર ફ્‌લોર હતા. આ આગ ત્રીજા માળે લાગી અને ઉપર સુધી પહોંચી ગઈ હતી. આ આગની સૌથી વધુ અસર બીજા અને ચોથા માળે થઈ છે.

 

Tags :