02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / મોડાસાના ડુઘરવાડા નજીક જેટકોના સબ સ્ટેશનમાં જ શોર્ટ સર્કિટથી આગ ઃ બે કર્મીઓ દાઝ્યા

મોડાસાના ડુઘરવાડા નજીક જેટકોના સબ સ્ટેશનમાં જ શોર્ટ સર્કિટથી આગ ઃ બે કર્મીઓ દાઝ્યા   24/06/2019

અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામ નજીક આવેલા જેટકોના સબ સ્ટેશનમાં બપોરના સુમારે  કોઈક ટેકનીકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ પછી બ્લાસ્ટ થતા સબ સ્ટેશનમાં આઉટ ર્સોસિંગમાં કામ કરતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝતા બંને કર્મચારીઓને સારવાર અર્થે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા  મોડાસાના ડુઘરવાડા - સાગવા ગામ પાસે કાર્યરત જેટકો કંપનીના ૬૬ કેવી સબસ્ટેશનમાં અચાનક આગ લાગતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા ભારે અફડાતફડી મચી હતી ડુઘરવાડાના સબ સ્ટેશનના ઇનકમરમાં મેઇન્ટેનન્સ ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઓવરલોડિંગ થતાં એકાએક આગ ભભુકી હતી અને કામ કરી રહેલા બન્ને કર્મચારીઓ આગની ચપેટમાં આવી ગયા હતા, 
જેના કારણે બન્ને કર્મચારીઓ દાઝી જતાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલીક મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
બનાવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો, જોકે થોડીક ક્ષણોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. 

Tags :