ખેમાણા ટોલનાકા પાસે ટેન્કરની ટક્કરે બાઈક ચાલક યુવકનું મોત

પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલનાકા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇનું કરૂણ મોત નિપજ્યું હતુ. અમીરગઢના પ્રજાપતિ પરિવારનો કુળદિપક બુઝાઈ જતા તેના પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું.
 
ખેમાણા ટોલનાકા નજીક ટેન્કરની ટક્કરે બાઈક ચાલક યુવકનું મોત નિજ્યું હતું. અમીરગઢ ખાતે રહેતો ૨૦ વર્ષીય રાકેશ ભીખાભાઇ પ્રજાપતિ ગતરોજ પોતાના નવિન મોટર સાયકલની નંબર પ્લેટ નંખાવવા માટે પાલનપુર ખાતે આવ્યો હતો .ત્યારબાદ પરત પોતાના ઘરે જતો હતો. દરમિયાન, ખેમાણા ટોલા નાકા પાસે આબુરોડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા રાકેશનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જેના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.