ડૂબતી દીકરીને બચાવવા માટે વગર વિચાર્યે માએ લગાવી ગંગામાં છલાંગ, રડી-રડીને કહેતી રહી- તે મદદ માંગતી રહી પણ હું બચાવી ન શકી

શહેરના સોઝી ઘાટ પર શુક્રવારે 31 ઓગસ્ટના રોજ પરિવારની સાથે નહાવા ગયેલી બીએ પાર્ટ ટુની વિદ્યાર્થિની રિયા ગંગામાં જ ડૂબી ગઈ. મોડી સાંજ સુધી તેનું શબ મળ્યું ન હતું. દીકરીને ડૂબતી જોઇને તેને બચાવવા માટે માતાએ પણ તેની પાછળ છલાંગ લગાવી દીધી. પરંતુ માતાને સ્થાનિક લોકોએ બચાવી લીધી. માતા કહેતી રહી- મારી દીકરી હાથ બતાવીને માંગતી રહી મદદ અને હું કંઇ જ ન કરી શકી.
 
માતા ઘાટ પર બેસીને કપડા સાફ કરવા લાગી અને ભાઈ સીડી પર જ બેઠો હતો. આ દરમિયાન બચાવો-બચાવોનો અવાજ આવ્યો. જોયું તો પાણીના ઝડપી પ્રવાહમાં રિયા ચીસો પાડી રહી હતી. તે તેની માતાને બોલાવી રહી હતી.
 
અવાજ સાંભળીને માએ પણ છલાંગ લગાવી દીધી. સ્થાનિક લોકો માતાને સકુશળ બહાર કાઢી લાવ્યા. ઘટનાની જાણકારી મળતાં જ જિલ્લા એડમિનિસ્ટ્રેશન ટીમ સાથે પહોંચ્યું. મરજીવાઓએ લગભગ 10 કલાક સુધી રિયાની શોધ કરી પરંતુ સફળતા મળી નહીં. 
મા વિભાએ જણાવ્યું કે દીકરીએ ઘાટ પર પહોંચતાની સાથે જ પાણીમાં ઝંપલાવી દીધું. જ્યારે તેને અહેસાસ થયો કે તે ડૂબી રહી છે ત્યારે તેણે મારા નામની બૂમ પાડી. દીકરીને હાથ હલાવતી જોઇને હું એને બચાવવા માટે કૂદી પડી, પરંતુ તેનો જીવ બચાવી ન શકી. 
ગંગામાં પાણીનું સ્તર વધી જવાને કારણે જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા શહેરના લગભગ તમામ ઘાટ પર ખતરાના નિશાનની આસપાસ દોરડું બાંધીને ચેતવણીનું ચિહ્ન લગાવવામાં આવ્યું હતું. પરંતુ, અસામાજિક તત્વોએ દોરડું ખોલીને તેને હટાવી દીધું. ફરીથી એડમિનિસ્ટ્રેશને દોરડું ન લગાવ્યું. જો જિલ્લા એડમિનિસ્ટ્રેશને જાગરૂકતા દાખવીને એ દોરડું બાંધી દીધું હોત, તો બની શકે છે કે રિયા તે વિસ્તારથી આગળ ન જતી અને તેનો જીવ બચી જતો.
 
સદર મુંગેરના એસડીઓ ખગેશચંદ્ર ઝાએ જણાવ્યું કે, જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા તમામ ઘાટો પર ખતરાના નિશાનની નજીક દોરડું બાંધવામાં આવ્યું હતું. પરંતુ, અસામાજિક તત્વો દ્વારા દોરડું ખોલી નાખવામાં આવ્યું. જ્યારે કષ્ટહરણી ઘાટ પર અત્યારે પણ દોરડું બાંધેલું છે. ઘટનાની જાણકારી મળતાં જ જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા સંપૂર્ણ સજાગતા સાથે રેસ્ક્યુ ટીમને લગાવવામાં આવી છે. પરંતુ, યુવતીનું બોડી હજુ સુધી મળી શક્યું નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.