02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસાના માલગઢની રેશનીંગ દુકાનનું સીલ ખોલી તપાસના ચક્રો ગતિમાન

ડીસાના માલગઢની રેશનીંગ દુકાનનું સીલ ખોલી તપાસના ચક્રો ગતિમાન   04/08/2018

 ડીસાના માલગઢની રેશનીંગ દુકાનનું સીલ ખોલી તપાસના ચક્રો ગતિમાન
 
 
ડીસા
ડીસાના માલગઢમાં આવેલી રેશનીંગ દુકાનના સંચાલક દ્વારા રેશનીંગનો જથ્થો ન અપાતો હોવાની વ્યાપક  ફરિયાદ ઉઠી હતી. ગુરુવારે  ગ્રામજનો  ડીસાના મામલતદારને  ફરિયાદ કરી હતી .જેના પગલે તંત્રએ આ દુકાન સીલ કરી દીધી હતી. શુક્રવારે તે સીલ ખોલીને પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમે નિવેદન લઈ આગળની  કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા નજીક આવેલ માલગઢ ગામમાં એ.પી. માજીરાણાની રેશનીંગની દુકાન આવેલી છે. જ્યાં ૩૦૦થી વધુ ગ્રાહકોને રેશનીંગનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. આ દુકાનના સંચાલક દ્વારા રેશનીંગનો જથ્થો ન અપાતો હોવાની તથા દુકાનદારો સમયસર હાજર ન રહેતા હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી હતી અને ગુરુવારે માલ ઘટના ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી હતી.જેના પગલે ગુરુવારે મામલતદારે દુકાનને સીલ કરી દીધી હતી. અને જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી. જેના પગલે શુક્રવારે પાંચ જેટલા ઇન્સ્પેક્ટરોની ટીમે માલગઢ ખાતે રેશનીંગ દુકાનમાં અનાજના જથ્થાની તપાસ હાથ ધરી હતી. તેમજ દુકાન સાથે જોડાયેલા રેશનકાર્ડ ધરાવતા ગ્રાહકો ને  અનાજનો જથ્થો ન મળવા કે મળવા અંગેના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :