બારડોલી ગામ માં કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ

બારડોલી તાલુકાના નોગામા પારડી ગામની સીમમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એસયુવી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતાં ઝાડ સાથે અથડાય હતી. મળસેક લોકો દોડી ગયા હતાં. કારમાં દારૂ આવતાં જતા લોકો કાઢી લઈ જતાં હતાં. ત્યાં જ ઘડીવારમાં બે ર્સ્કોપિયો કાર આવી કારમાંથી દારૂ ખાલી કરી પલાયન થઈ ગયા હતાં. બારડોલી નવસારી માર્ગ પર દારૂની કારો પૂરપાટે વહન થતી હોવાનું લોકો જણાવી રહ્યાં છે. પોલીસની નિષ્ક્રીયતા પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
બારડોલી નવસારી રાજ્યધોરી માર્ગ પર નોગામા ગામની સીમમાં વહેલી સવારે એક એસયુપી કારનો ચાલક પૂરઝડપે હંકારી આવી બસ સ્ટેન્ડની સામે બોસવા માટે મુકેલા બાકડા સાથે અથડાવી ઝાડ સાથે ધડકાભારે ભટકાઈ હતી. ઝાડને પણ તોડી નાંખ્યું હતું. અવાજ સાંભળી લોકો અકસ્માત સ્થળે દોડીઆવ્યા હતાં. અંદર તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. લોકો દારૂ કાઢી ભાગતાં હતાં. ત્યાં જ બે ર્સ્કોપિયો કાર આવી ગઈ હતી, અને ઝડપભેર અકસ્માત થયેલ કારમાંથી દારૂ કાઢી ર્સ્કોપિયોમાં ભરીને પલાયન થઈ ગઈ હતી.
 
આ સમયે એક ર્સ્કોપિયો માર્ગ પર સતત આંટા ફેરા મારી વોચ કરતી હતી. ર્સ્કોપિયો કાર, નંબર વગરની હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પર મધ્યરાત્રિ અને મળસકે દારૂ ભરેલી કાર સરભોણ બારડોલી તરફ પૂરપાટે દોડતી ઘણી વખત જોવા મળે છે. પોલીસની નિષ્કાળજી પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન બેરીકેટ મુકી ચેકિંગ કરવું જરૂરી હોવાની પણ માંગણી ઉઠી હતી.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.