02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / મીઠી ધારીઆલ ગામની શાળાઓમાં બુટ-ચંપલનું વિતરણ

મીઠી ધારીઆલ ગામની શાળાઓમાં બુટ-ચંપલનું વિતરણ   24/01/2019

ચાણસ્મા તાલુકાના મીઠીધારીઆલ ગામના વતની અને વર્ષ ર૦૦૧માં ધરતીકંપ દરમિયાન અવસાન પામેલા સ્વ.કૈલાસબા બાબુલાલ દવેની યાદગીરીરૂપે તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામની શાળાના તમામ બાળકોને બુટ-ચંપલનું વિતરણ કરાયું હતું. મૂળ મીઠીધારીઆલ ગામનાં કૈલાસબા બાબુલાલ દવે ર૦૦૧ મા ભૂજ ખાતે તેમના પુત્રના ઘરે હતા. તે સમયે ર૬મી જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપમાં મકાનના કાટમાળમાં  દટાઈ જવાથી અવસાન થયું હતું. પરિવાર માટે વ્રજઘાત સમાન આ ઘટના આજે પણ પરિવારજનોને હચમચાવી મૂકે છે. સ્વ.કૈલાસબાના ‘કર ભલા હોગા ભલા’ ના વારસાને જીવંત રાખવા તેમના પુત્રો શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના પ્રમુખ નરેશભાઈ બાબુલાલ દવે અને રાધેશ્યામ બાબુલાલ દવે દ્વારા વર્ષે ર૬મી જાન્યુઆરીના રોજ મીઠીધારીઆલ ગામની પ્રાથમિક શાળામાં સ્કૂલબેગ, સ્કૂલડ્રેશ, શૈક્ષણિક કીટ વગેરેનું વિતરણ કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે ધો.૧ થી ૮ ના તમામ ૩પ૦ થી વધુ બાળકોને બુટ અને ચંપલનું વિતરણ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ દવે, રાધેશ્યામભાઈ દવે, શાળાના પ્રિÂન્સપાલ હિતેશભાઈ રાવલ સહિત શાળા પરિવારે હાજરી આપી હતી. દાતા પરિવારના આ સદ્‌કાર્યને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

Tags :