02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાધનપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ

રાધનપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ   29/09/2018

 
 
 
રાધનપુર
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નમર્દા બંધ પાસે તૈયાર થઈ રહેલા દુનિયામાં સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુમાં ચાઈનાની સામગ્રી વપરાઈ હોવાથી ચાઈના બનાવટ કહેતા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની આગેવાની હેઠળ રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા પાસે રાહુલ ગાંધી અને કોંગ્રસનાં છાજીયા લેવામાં આવ્યા હતાં. અને હાઈવે ચાર રસ્તાથી ગાંધીચોક સુધી રેલી યોજીને હાયરે કોંગ્રેસ હાય હાય અને હાય રે રાહુલ હાય હાયના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આ વિરોધ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લા મથકે કરવામાં આવશે. અને રાહુલ ગાંધીને પોતાની ટીપ્પણી બદલ માફી માંગવા અનુરોધ કર્યો હતો.

Tags :