દાંતીવાડા પાસે આઇસર ગાડીમાં જુગાર રમતા ઉનાવા ગામના ૨૫ શકુની ઝડપાયા

બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા ના.પો. અધિક્ષક ડીસાએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એ.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર દાંતીવાડાને મળેલ બાતમી હકીકત આધારે તથા પો.સ્ટાફના માણસોએ બાતમી હકીકત આધારે આઇસર ગાડી નં.ય્ત્ન ૦૨ ફફ ૬૫૪૫ માં જુગાર રમતા ઇસમો ચીરાગકુમાર દિપકભાઇ પટેલ,પ્રીતકુમાર વિનોદભાઇ પટેલ, પીયુષકુમાર ચંન્દ્રકાંન્તભાઇ રાઠોડ(દરજી), કૃણાલ વિપુલકુમાર રાઠોડ(દરજી),વૈભવકુમાર રમેશભાઇ પટેલ,યસકુમાર મુકેશભાઇ પટેલ,વિરલકુમાર ગોપાલભાઇ પટેલ,રવિકુમાર ચંદુભાઇ પટેલ, હીમાંશુ સુરેશભાઇ પટેલ, તુષારકુમાર પીતામ્બરભાઇ પટેલ, દિક્ષીતકુમાર ગોવિદભાઇ પટેલ, મીતકુમાર રાજેશભાઇ પટેલ, રાજકુમાર અશ્વિનભાઇ પટેલ, શમ્મીકુમાર મહેન્દ્રભાઇ પટેલ, પીયુષભાઇ ચંદુભાઇ પટેલ, સ્મીત ભરતભાઇ પટેલ, સ્મીત મુકેશભાઇ પટેલ, કમલ હીતેન્દ્રભાઇ પટેલ, પાર્થ જીતુભાઇ દરજી, કૃણાલ ભરતભાઇ પ્રજાપતિ, નિલેશકુમાર કનુભાઇ પટેલ, ઉત્સવકુમાર ચીનુભાઇ પટેલ, સાહીલ કનુભાઇ પટેલ, પિયુષકુમાર ડાયાભાઇ પટેલ, ભુમીક પરેશભાઇ પટેલ, ચીરાગ પ્રહલાદભાઇ પટેલ તમામ રહે.ઉનાવા તા.ઉંઝા જી.મહેસાણા વાળાઓને રોકડ રકમ રૂ.૪૬,૧૯૫, મોબાઇલ નંગ-૨૪ કિ.રૂ.૧, ૬૭,૦૦૦ તથા આઇસર ગાડી કિ.રૂ.૮, ૦૦,૦૦૦ તથા ગાદલા નંગ-૨૦ કિ.રૂ.૧૦,૦૦૦,ટાટ પત્રી નંગ-૧ કિ.રૂ.૫૦૦ તથા ગંજીપાના સહીત કિ.રૂ.૧૦, ૨૩, ૬૯૫ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.