ગુજરાત રાજ્યમાં 3 દિવસ ફૂંકાશે કોલ્ડ વેવ 7 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે

 આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ગગડીને 26.6 અને લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 9.0 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થશે.
 
                                                 કોલ્ડવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં 7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે અન્ય શહેરોનું લઘુતમ તાપમાન 11થી 15 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી સૌરાષ્ટ્ર-કચ્છ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
અમદાવાદમાં 1981થી લઇને 2017 સુધીનાં 37 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં 23 વર્ષમાં ડિસેમ્બરનાં છેલ્લાં અઠવાડિયાના દિવસો સૌથી ઠંડા સાબિત થયાં છે. એટલે કે 24થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન 3.4થી 10 ડિગ્રી વચ્ચે તેમજ 23માંથી 11 વર્ષમાં 10થી 31 ડિસેમ્બર 8.0 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું.   
 
                     રાજ્યમાં શિયાળાની સિઝનમાં ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે. છેલ્લાં 37 વર્ષમાં 23 વર્ષ દરમિયાન ડિસેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયા દરમિયાન ઠંડીનો પારો સૌથી વધુ નીચે ગગડ્યો છે. તેમજ 23માંથી 11 વર્ષ દરમિયાન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચેનાં દિવસોમાં ઠંડીનો પારો 8.0 ડિગ્રીથી નીચે નોંધાયો હોવાનું હવામાન વિભાગનાં આંકડા પરથી જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.