પ્રહલાદનગર, શ્યામલ, મેઘાણીનગર, શાહીબાગ સહિત વિસ્તારોમાં મ્યુનિ.-પોલીસની મેગા ડ્રાઈવ

અમદાવાદ: ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટે પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજ સવારથી શાહીબાગથી મેઘાણીનગર, એસપી રિંગ રોડ, જશોદાનગર ચોકડીથી પુનિતનગર અને શ્યામલ સર્કલ થી પ્રહ્લાદનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલાં વાહનો ડીટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

જ્યારે કેટલાક વિસ્તારોમાં પણ મોટા પાયે ઓપરેશન ડીમોલેશન ચાલી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં એક જેસીપી, ત્રણ ડીસીપી, ૩ એસીપી, ૨૦ પીઆઇ, ૪૦ પીએસઆઇ, અને ૩૫૦ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા છે. સેક્ટર ૨ પોલીસે ટોટલ ૬૦ ટીમ બનાવી છે જે કામગીરી કરશે

શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી. જેના કારણે હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યાં હતાં અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાનો અને ગેરકયાદે દબાણ દૂર કરવાની સિલસિલો ચાલુ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશના લીધે શહેરનો નક્શો જાણે બદલાઇ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

પોલીસ અને કોર્પોરેશનની આ કામગીરીને માત્ર હાઇકોર્ટે નહીં પરંતુ નાગરિકોએ પણ બિરદાવી છે. સોશિયલ મીડિયા પર ડીમોલેશનની કામગીરીના ભરપેટ વખાણ પણ કરવામાં આવી રહ્યાં છે.

આજે સવારે પોલીસ અને કોર્પોરેશનની ટીમે શાહીબાગથી મેઘાણીનગર, એસપી રિંગ રોડ, જશોદાનગર ચોકડીથી પુનિતનગર અને શ્યામલ સર્કલ થી પ્રહ્લાદનગરમાં ઓપરેશન ડીમોલેશન ચાલુ કર્યુ હતું. એક જેસીપી, ત્રણ ડીસીપી, ત્રણ એસીપી, ૨૦ પીઆઇ અને ૩૫૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ ૨૦૦ કરતાં વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી.

જેમાં સંખ્યાબંધ વાહનો ડીટેઇન કર્યાં હતાં અને ગેરકાયદે દબાણ દૂર કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પોલીસ અને કોર્પોરેશન દ્વારા ભઠિયારગલી, સરખેજ, કુબેરનગર, વગેરે વિસ્તારોમાં ડીમોલેશની કામગીરી કરાઇ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.