02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ભાજપે ગુજરાતમાં વધુ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે ગુજરાતમાં વધુ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા   28/03/2019

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ભાજપે અત્યાર સુધી બે યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આજે વધુ એક યાદીમાં ગુજરાતની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કર્યા છે.
 
ગુજરાત બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠકને લઇને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં અમે તમને જણાવીએ કે, બનાસકાંઠા સીટ પરથી ભાજપે પરબત પટેલની ટિકીટ આપી છે, જ્યારે પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકને ટિકીટ મળી છે અને પંચમહાલ સીટ પર રતનસિંહને ટિકીટ આપી છે.
 
પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકનું નામ જાહેર થતાં રાદડિયા પરિવારને ટિકિટ મળી નથી. બનાસકાંઠાથી કેન્દ્રીય મંત્રી ની ટિકિટ કપાઈ છે, જ્યારે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તુ કપાયું છે. અત્યાર સુધી ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Tags :