વડગામના પેપોળ નજીક બાઇક સ્લીપ ખાતાં યુવકનું કરૂણ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ : વડગામ તાલુકાના પેપોળ ગામ નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં પેપોળના આશાસ્પદ યુવકનું અકાળે કરુણ મોત થવા પામ્યુ હતું.
અકસ્માતની જાણવા મળતી માહિતી મુજબ પેપોળ ગામનો જેસંગજી અભુજી ઠાકોર ઉ.વ. આશરે ૩૨ પોતાનું બાઈક લઈને મેમદપુરથી પેપોળ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન પેપોળ નજીક અચાનક બાઇક સ્લીપ થઇ જતાં આ યુવક બાઇક પરથી નિચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવીને ૧૦૮ વાનને જાણ કરી હતી ? પરંતુ ૧૦૮ વાન સમયસર પહોંચી શકી નહોતી તેથી ગંભીર હદે ઘવાયેલા યુવકને ખાનગી વાહનમાં મેમદપુર સી.એચ.સી.માં લઇ જતા ફરજ પરના ડાક્ટરે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો ? જયા યુવકનું મોત થતાં તેના કુટુંબીજનોમાં રોકકળ મચી ગઇ હતી.યુવકના મોતના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગામમાં પણ ગમગીની પ્રસરી ગઇ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.