02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે "ગાશે બારોટ " લોકસંગીત સ્પર્ધા અને લોક ડાયરો યોજાયો

પાટણના ગાંધી સ્મૃતિ હોલ ખાતે "ગાશે બારોટ " લોકસંગીત સ્પર્ધા અને લોક ડાયરો યોજાયો   23/01/2019

 
 
 
               પાટણના ગાંધી સુમતિ હોલ ખાતે આ કાર્યકમની શરૂવાત સમાજના  લોક ડાયરા ના બેતાજ બાદશાહ સ્વ.મણિ રાજ બારોટ નેશ્રધ્ધાંજલી આપી કાર્યકમ ખુલો મુકાયો હતો બારોટ. સમાજના ઉભરતા નવા કલાકારોને સ્ટેજ મળે અને વિસરાઈ ગયેલા લોકગીતોને જીવંત રાખવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ જીલા વહીવંચા બારોટ સમાજના કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.જેમાં અખિલ ભારતીય વંશાવળી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થા ગુજરાતના અધ્યક્ષ શંભુજી રાવના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર બાબુલ બારોટ, લોકગાયક રાજદીપ બારોટ, ફિલ્મ અભિનેતા અને ગાયક રાકેશ બારોટ, ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત રમેશ તૂરી સહિત સમાજના નામી અને ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી હતી તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ કલાકારો પૈકીના વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા  હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ આર્યન બારોટે ઢોલ પર બેસી "વેળું માં વીરડો ગાળતી તી " ગીત રજૂ કરતા ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્‌યા હતા. આ પ્રસંગે પધારેલા રાજદીપ બારોટ અને રાકેશ બારોટ જેવા કલાકારોએ આવા કાર્યક્રમો થકી  નવા  કલાકારોને સાચી દિશા મળે અને તેમની કલામા નામના મેળવે એવી શુભકામનાઓ પાઠવી હતી.  સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લા બહુચર ભવાઈ કલા મંડળ અને ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગ  થી સુંદર લોક ડાયરો નું આયોજન કરવામાં આવ્યું અને અને સમાજ માંથી વિસરાતી લોક સસ્કૂતી ઉજાગર કરવાના અને આવનાર યુવા પેથી માં લોક સસકુંતી વારસો સચવાઈ રહે અને લોક માં લોક સગીત સુ છે તે વિષય ઉજાગર કરવાં ના હેતુ થી કલાકારોએ ગુજરાતના લોકસંગીતને જીવંત રાખવાની નેમ વ્યક્ત કરી હતી હતી આ કાર્યકમ માં ગુજરાતી ફિલ્મ અભિનેતા રાજદીપ બારોટ રાકેશ બારોટ અને બાબુલ બારોટ લોક સાહિતકાર અને ફિલ્મી ડાયરેકટ રમેશ તૂરી રાજકોટ તેમજ લોક ગાયકી ગીતા બેન બારોટ અને પાટણ ડી વાય એસ પી સોનારા સાહેબ અને  સમાજના આગેવાન ભીખાભાઇ બારોટ અને રમેશ ભાઈ બારોટ નોટરી વકીલ અને તેમજ આ લોક ડાયર ના આયોજક  લક્ષ્મી ચંદ સોલંકી અને અને સાથી કલાકારો ફરસુરામ બારોટ શેલેસ બારોટ સંજય બારોટ દિનેશ બારોટ ભીખુ કવિ તેવગેરે લોક હાજર રહ્યા અને પાટણ જિલ્લા વહી વંચા કલાકાર સંગઠનના કાર્યકરો શેલેસ જાદવ અડીયા સંજય જાદવ સાંકરા અને રજની બારોટ બાલવાઅને હરેશભાઈ નાયક  પાટણ જીગર બારોટ બાલવા અને રાહુલ ભાઈ બારોટ બાલીસનાઅને તમામ લોકો ના સાથ સહકાર થી આ કાર્યકમ સુંદર રીતે પૂર્ણ થયો હતો.

Tags :