વાવની ચોથાનેસડા ગામની ૧૦૦ હેક્ટર જમીનમાં ઉભેલો રવિ પાક મુરઝાવાના આરે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ
વાવ તાલુકાના કસ્ટમ પર રોડ આવેલા ચોથાનેસડા ગામની ડ્રીસ્ટ્રીબ્યુટર  કેનાલમાં નર્મદા વિભાગ દ્વારા પાણી ન છોડાતા ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં ઉભેલો રવિ પાક મુરઝાઈ રહ્યો છે. જે બાબતે ગામના પંચાયતના સદસ્ય ભીખાભાઈ પરમારે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, એક તરફ કમોસમી વરસાદ , બીજી તરફ ઈયળોનો ઉપદ્રવ, ત્રીજી તરફ તીડોનું તુફાન જ્યારે ચોથી તરફ નર્મદા કેનાલમાં પાણીની અછતના લીધે આ પંથકનો ખેડૂત દેવાના ડુંગર  નીચે મુકાઈ ગયો છે. મોંઘાદાટ બિયારણો-ખાતર-મજુરી કરી આ પંથકના ખેડૂતોએ રવિ પાકમાં રાયડું-જીરૂનું વાવેતર ર્ક્યું  છે. અને આ પાક તૈયાર થવાની પૂરી તૈયારીમાં છે. પરંતુ અંતિમ ત્રીજા તબક્કામાં પાણીના અભાવે આ ઉભો પાક મુરઝાવાના આરે આવી ગયો છે. નર્મદા વિભાગના જવાબદાર તંત્રને રપ થી વધુ વખત રજુઆતો કરવા છતાં વાતને  ધ્યાનમાં લેવાતી નથી. જાકે બે-ચાર દિવસમાં ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં ઉભેલા રવિ પાકને નર્મદાનું પાણી ના મળ્યું તો ચોથાનેસડા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે તો સત્વરે આ મુદ્દે નર્મદા વિભાગ ગ્રામજનો અને ખેડૂતોની વાતને ધ્યાને લઈ તાત્કાલીક ચોથાનેસડા ડ્રીસ્ટીબ્યુટરમાં પાણી છોડી ૧૦૦ હેક્ટર જમીનમાં ઉભેલા પાકને જીવનદાન અપાવે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.