પાટણ જિલ્લા સી.ડબલ્યુ.સી. દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને કપડા અને મીઠાઇનું વિતરણ

 
 
 
 
                            પાટણ ના ચીલ્ડ્રન હોમના બાળકોને દિવાળીની ઉજવણી માટે કપડા, ફટાકડા, ઘડીયાળ તથા મીઠાઇ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાના સી.ડબલ્યુ. સી. ચેરમેન મધુબેન સેનમા, નલીનીબેન માને, ઉશાબેન બુચ, ભાવનાબેન પટેલ, લવજીભાઇ તથા હોમ અધિક્ષક તુષારભાઇ પ્રજાપતિ તથા સભ્યોએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. કલેકટરના સમાજસેવી અભિગમને હકારાત્મક આવકાર મળ્યો હતો અને સમાજને એક પ્રેરણા પુરી પાડનાર ઉદાહરણ મળી રહ્યુ છે.આ પ્રસંગે ર્ડા.વી.એમ.શાહ દ્વારા કપડા, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન પાટણ દ્વારા કાંડા ઘડીયાળતેમજ ભરતભાઇ શાહ તથા બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ પાટણ મીઠાઇ તેમજ ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ વિતરણકરવામાં આવ્યું હતું. આજ રીતે સી. ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન તથા સભ્યોના પ્રયત્નોથી ચિલ્ડ્રન હોમના બાળકોની જરૂરિયાતો જેવી કે, ટયુશન ફી જેવી નાની મોટી સગવડો દાતાશ્રીઓ મારફતે વ્યવસ્થા કરવામાં આવતી રહે છે. 
 આ પ્રસંગે સી.ડબલ્યુ.સી. પાટણ દ્વારા કલેકટર પાટણ તેમજ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો. 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.