રાઘનપુર નજીક ગમ્ખવાર અકસ્માત, ભાભરના વડાણા ગામના તરૂણનું કરૂણ મોત

પાટણ જિલ્લાના રાધનપુર નજીક ડીસા હાઇવે પર ગતરોજ ટ્રેલરચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી મોટર સાયકલને જોરદાર ટકકર મારતાં સર્જાયેલ અકસ્માતમાં બાઇક પર સવાર એક તરુણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
 
આ દુર્ઘટનામાં ટ્રેલર ચાલકે મોટર સાયકલને ટકકર મારતાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી.આ બંને ઇજાગ્રસ્તો પૈકી એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે બીજા ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર અર્થે રાઘનપુરની રેફરલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. આ અકસ્માતમાં 
સગીર વયના બાઇક સવાર તરુણનુ ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી.આ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયેલો કમનસીબ તરૂણ રાહુલ અને ગંભીર રીતે ઘવાયેલ વિજયભાઈ સવસીભાઈ રાવળ બન્ને ભાભર તાલુકાના વડાણા ગામના રહેવાસી હોવાનું  જાણવા મળ્યું છે.આ કાકો-ભત્રીજો બાઇક ઉપર જઇ રહ્યા હતા એ વખતે રાધનપુર  હાઇવે ઉપર સર્જાયેલ આ અકસ્માતમાં મોતને ભેટેલ રાહુલ રાવળના મૃતદેહનુબ રાધનપુરની  રેફરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી લાશ વાલીવારસોને સોંપાઈ હતી. આ બનાવ સંદર્ભે રાધનપુર પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાથી ભાભરના વડાણા ગામ તેમજ પંથકમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.