છાપી હાઇવે ઉપર બસ ચાલકોની દાદાગીરીના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા વકરે છે

વડગામ તાલુકાના છાપી હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ચૂકી છે જેનું મુખ્ય કારણ પાલનપુર તરફથી આવતી એસટી બસ ચાલકો દ્વારા હાઇવે ઉપર વચ્ચોવચ એસ.ટી.બસોને ઉભી રાખી પેસેન્જરોને ઉતારવા તેમજ બેસાડવા માટે મિનિટો સુધી થોભાવતા ચક્કજામ ટ્રાફિક ની સમસ્યા સર્જાતા લોકો પરેશાન થઈ ઉઠયા છે
વડગામ તાલુકાનું છાપી હાઇવે પચ્ચીસથી ત્રીસ ગામનું સેન્ટર છે. જયાં રોજના હજ્જારો નાગરિકો ધધા અર્થે આવતા હોય છે જેથી લોકોથી ભરચક રહે છે. જોકે હોટલ તાજ સામે આવેલ ચોકડી ઉપર વારંવાર ટ્રાંફિક ની સમસ્યા સર્જાય છે જેનું મુખ્ય કારણ પાલનપુર તરફથી આવતી એસટી બસોના ચાલકો દ્રારા હાઈવે ની વચ્ચોવચ્ચ એસટી બસો ઉભી રાખતાં પાછળથી આવતા વાહનોની લાંબી કતારો લાગતા લાંબા સમય સુધી ટ્રાફિકજામના દ્રષ્યો જોવા મળે છે જેને કારણે આમ નાગરિક ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે એસટી બસના ચાલકો નિયત પિઅકપ સ્ટેન્ડ ઉપર એસટી બસો ને ઉભી રાખે તો આ સમસ્યા નો કાયમી ઉકેલ આવી શકે તેમ છે આ બાબતે છાપી પોલીસ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.