વડસ્મા ગામે પરણીતાને ત્રણ દિવસ ઘરમાં ગોંધી રાખી ઢોર માર માર્યો

દહેજ એ સમાજના પર કલંક છે તેના કારણે મહિલાઓ પર અકલ્પનીય અત્યાચારો અને ગુન્હાઓ થતા આવ્યા છે. સરકાર માત્ર દહેજ પ્રથા નાબુદ કરવા જ નહી પરંતુ સમાજમાં મહિલાનું સ્થાન ઉંચુ લાવવા ઘણા બધા કાયદા અને સુધારણા લાવી રહી છે તેવા સમયે વાળીનાથ વડસ્મા ગામે સાસુ, જેઠ અને પતિએ પરણીતાના બન્ને હાથ બાંધી મોઢામાં રૂમાલનો ડુચો ભરાવી દઈ ધોકા વડે ઢોર માર મારવાનું અધમ કૃત્ય આચરતાં પંથકમાં પતિ-જેઠ અને સાસુ પ્રત્યે ફિટકારની લાગણી પ્રવર્તવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લામાં આવેલ વાળીનાથ વડસ્મા ગામે દહેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરનાર પતિએ પત્નીના બન્ને હાથ બાંધી મોઢામાં રૂમાલનો ડૂચો મારી ધોકા વડે ઢોર માર મારતાં પરણીતા રિન્કલબેન ગોસ્વામીને મહેસાણા સિવીલ હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે દાખલ થવું પડ્યું છે. વર્ષ ર૦૦૬ ની સાલમાં લગ્ન થયા બાદ લગ્નના ગણત્રીના મહિનાઓમાં પતિનો ત્રાસ શરૂ થયો હતો. ઢોર-ઢોખર રાખવાની સાથે-સાથે અત્યાચાર કરતો પતિ વિશાલવન ગોસ્વામીએ આઠમના દિવસે ગાલ ઉપર દસ્તો મારતાં પરણીતા બેભાન થઈ ગઈ હતી. અગાઉ રિન્કલબેન ગોસ્વામી પોતાના પિયરમાંથી લાકડાનું કબાટ અને મોબાઈલ ફોન લાવી આપેલા પિતાની આર્થિક Âસ્થતિ સારી ન હોવાના કારણે પતિદેવની પીયરમાંથી દહેજ લાવવાની માંગણી સામે રિન્કલ માર ખાઈ જીવન ગુજારતી હતી. હદ તો ત્યારે થઈ કે ૧પ મી ઓક્ટોબરે ૧ લાખ રૂપિયા બાપના ઘરેથી લઈ આવવા માટે માંગણી કરેલ સામે દિવાળીના તહેવાર આવતા હોઈ તેમજ પિતાની આર્થિક Âસ્થતી નબળી હોઈ પરણીતાએ ના પાડતાં મકાનના દરવાજા બંધ કરી દઈ રિન્કલના બન્ને હાથ બાંધી મોઢામાં રૂમાલનો ડુચો ભરાવી ધોકા વડે ઢોર માર મારેલ પરંતુ ચીસ પાડી શકતી નહોતી તે દિવસે મારના અસહ્ય દુખાવાની પીડા વચ્ચે વિશાલ તેની સાસુ તેમજ તેણીના જેઠ સાથે મળી સતત બે દિવસ સુધી કામ કરાવ્યું અને આવતાં જતાં ધોકાનો માર માર્યે જતા હતા અસહ્ય ઢોર મારનો ત્રાસ રિન્કલથી સહન ન થતાં પોતાના પિતાને જાણ કરતાં જીવ બચાવીને મહેસાણા ખાતેની સિવિલ હોÂસ્પટલમાં સારવાર અર્થે દાખલ થવા પામી છે. ત્રણ-ત્રણ દિવસ ઘરમાં પુરી ઢોરની જેમ માર મારી અમાનવીય કૃત્ય આચરનારા રિન્કલના પતિ વિશાલવન પ્રહલાદવન ગોસ્વામી તેની સાસુ તારાબેન પ્રહલાદવન ગોસ્વામી તેમજ જેઠ પિન્ટુવન પ્રહલાદવન ગોસ્વામી વિરૂધ્ધ લાંધણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે રિન્કલને જ્યારે સારવાર માટે મહેસાણા લઈ ગયા ત્યારે સિવિલ હોÂસ્પટલમાં ગ્રામજનો તેની સાથે જાવા મળેલ. મહેસાણા જિલ્લામાં લેડી સિંઘમ તરીકેની છાપ ધરાવતાં અને મહિલા સુરક્ષામાં ઉત્સાહિત એ.એસ.પી.મનજીતા વણઝારા આરોપીઓને ઝડપી હીરાસતમાં લઈ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.