ધાનેરાના વૃદ્ધનો મૃતદેહ રાજસ્થાનમાંથી લટકેલી હાલતમાં મળતા ચકચાર

સતત ચાર વાર ખેતરમાં બોર ફેલ જતા વૃદ્ધ માનસિક બીમાર હતા : પરિવારજનો
 
બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાના ગામડાના પાણીના તળ સુકાઈ ગયા છે. ત્યારે ધાનેરા તાલુકામાં પણ પાણીના અભાવે હાલ પ્રજાની હાલત કફોડી બની છે. તેવા સમયે ધાનેરા તાલુકાના ભાટીબ ગામના કાળાજી ધર્માજી દૈયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ ગત બુધવારના દિવસે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. જયારે સાંજ સુધી ઘરેના આવતા ઘરના સભ્યોએ આસપાસ તેમજ સગા સંબધીના ત્યાં પૂછપરછ કરી તપાસ કરી હતી. જો કે તેમના કોઈ વાવડના માળતા આખરે ગુરૂવારના દિવસે ધાનેરા પોલીસ મથકે આવી ગુમ થયા હોવાની અરજી આપી હતી.અરજીમાં જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં પાણી ન હોવાથી સતત ચાર વાર બોર ફેલ જતા માનસિક પડી ભાગ્યા હતા અને ઘરેથી નીકળી ગયા હોવાની વાત કરી હતી.
 
દરમ્યાન રાજસ્થાનના ભીંનમાલ તાલુકાના ભાદરડા ગામની સીમમાં વૃદ્ધ કાળાજીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ખબર મળતા પરિવાર તૂટી ભાગ્યો હતો. વૃદ્ધનો મૃતદેહ ઝાડની ડાળીએ લટકેલી હાલતમાં મળતા સ્થનિક પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકને જાતા ત્રણ કે ચાર દિવસથી આ લાશ લટકેલી હોવાનું જાણવા મળ્યું છે. શ્વાન કે અન્ય પ્રાણી દ્વારા મૃતકના પગ પણ કોરી ખાધા હોવાનું જણાય છે. આ ઘટનાથી ખેડૂતો પણ ભારે ખફા છે. પાણી વગર ટળવળતા ધાનેરાના લોકો વધુ કોઈ આવું પગલું ના ભરે તે માટે વહીવટીતંત્ર આ બનાત્‌ને ગંભીરતા પૂર્વક લે એ જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.