ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી, જાડેજાએ એક જ ઓવરમાં લબુશેન અને સ્ટાર્કને આઉટ કર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી વનડેમાં બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ૩૭ ઓવરમાં ૪ વિકેટે ૨૦૦ રન કર્યા છે. સ્ટીવ સ્મિથ ૮૨ રને અને એલેક્સ કેરી ૨૧ રને રમી રહ્યો છે. માર્નસ લબુશેને વનડેમાં મેડન ફિફટી ફટકારતા ૫૪ રન કર્યા હતા. કોહલીએ જાડેજાની બોલિંગમાં કવર્સ પર જમણી બાજુ ડાઇવ લગાવીને તેને આઉટ કર્યો હતો. લબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે ૧૨૭ રનની ભાગીદારી કરી હતી. તે પછી સ્ટાર્ક શૂન્ય રને જાડેજાની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર સબ્સ્ટિટયૂટ ચહલના હાથે કેચ આઉટ થયો હતો.
 
આરોન ફિન્ચ ૧૯ રને જાડેજા/ ઐયર/ શમી દ્વારા રનઆઉટ થયો હતો, સ્મિથે સિંગલ માટે કોલ આપ્યા પછી ના પાડતા ઓસ્ટ્રેલિયાના કપ્તાને વિકેટ ગુમાવી હતી. તે પહેલા ડેવિડ વોર્નર ૩ રને શમીની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.
 
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામેની ત્રીજી વનડેમાં બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કેન રિચાર્ડસનની જગ્યાએ જોશ હેઝલવુડને સ્થાન આપ્યું છે. જ્યારે ભારતે પોતાની પ્લેઈંગ ૧૧માં કોઈ ફેરફાર કર્યો નથી. પૂર્વ ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણી (૧૯૩૩-૨૦૨૦) ને માન આપવા માટે ખેલાડીઓ બ્લેક આર્મ બેન્ડ્સ પહેરીને રમી રહ્યા છે. તેમનું ૧૭ જાન્યુઆરીના રોજ મુંબઈમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.
 
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની
 
આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટન અગર, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.