02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / કામલીલામાં સંડાવાયેલો જયંતી ભાનુશાળી છે માત્ર ધો-9 પાસ, હતો SAILનો ડિરેક્ટર

કામલીલામાં સંડાવાયેલો જયંતી ભાનુશાળી છે માત્ર ધો-9 પાસ, હતો SAILનો ડિરેક્ટર   28/07/2018

દુષ્કર્મ કેસને લઈ હાલ પ્રદેશ બીજેપીના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીનું નામ ચર્ચામાં છે. કચ્છ જિલ્લામાં દબદબો ધરાવતા જયંતી ભાનુશાળીએ દુષ્કર્મની ફરિયાદ બાદ પ્રદેશ બીજેપીના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. માત્ર 9 ધોરણ પાસ એવા જયંતી ભાનુશાળીની જિલ્લા પંચાયતના સભ્યથી લઈ ધારાસભ્ય અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સુધીની રાજકીય સફર અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે.
 
54 વર્ષીય જયંતી પરસોતમ ભાનુશાળી મૂળ અબડાસા તાલુકાના હાજાપર ગામના રહેવાસી છે. હાલ તેઓ અમદાવાદના નરોડા ગામમાં રહે છે. તેમણે રાજકીય કરિયરની શરૂઆત 1995માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કરી હતી. તેઓ વર્ષ 2000 સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. ત્યાર બાદ કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો અને આ દરમિયાન રાજ્ય સરકારની સાથે મળીને સક્રિય બનીને કામ કર્યું હતું.
 
ત્યાર બાદ તેમને વર્ષ 2007 અબડાસા બેઠક પરથી બીજેપીની ટીકીટ આપવામાં આવી અને ધારાસભ્ય બન્યો હતો.
 
ર્ષ 2010માં જયંતીના એકના એક પુત્ર અનિરુદ્ધ ભાનુશાળીનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ અશોક ભટ્ટ તેમને સાંત્વના આપવા માટે ગયા હતા.
 
પરંતુ 2012માં અબડાસા બેઠક પરથી તેઓ કોંગ્રેસના છબિલ પટેલ સામે હારી ગયા. જોકે, દરમિયાન તેઓ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. પરંતુ 2012માં જયંતી ભાનુશાળીના કટ્ટર રાજકીય હરિફ છબીલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં જોડાયા અને 2017માં બીજેપીની ટીકીટ પર ધારાસભ્ય બન્યા. જ્યારે જયંતી ભાનુશાળીને પ્રદેશ બીજેપીના ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમજ 2017માં તેમની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે પણ નિયુક્તિ કરવામાં આવી હતી.

Tags :