પાલનપુર માં બનાસ ડેરીમાંથી દૂધ ભરવા નીકળેલા ટેન્કરના ડ્રાઈવરને ઝોકું આવી જતાં ટેન્કર મકાનની દીવાલે અથડાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર
   પાલનપુરની બનાસ ડેરીના રૂટ નંબર ૧૨૩માં દોડતું ટેન્કર નંબર જીજે-૦૨- ઝેડ-૧૧૮૭ બુધવારે વહેલી સવારે અરવિંદભાઇ ચૌધરી નામનો ડ્રાઈવર લઇ લક્ષ્મીપુરાની દૂધ મંડળીમાં દૂધ ભરવા નીકળ્યો હતો.તે સમયે અચાનક ડ્રાઇવરને લક્ષ્મીપુરા ફાટક નજીક પહોંચતા ઝોકું આવતા ટેન્કર પરનો કાબૂ ગુમાવતા ટેન્કર લક્ષ્મીપુરા ગામ તરફની દિશા સુચક બોર્ડને જમીનદોસ્ત કરી સીધું રસ્તા નજીક આવેલા દેવચંદભાઇ મોતીભાઇ મેડાતના મકાનના પાછળના ભાગની દિવાલને ધડાકાભેર ટકરાયું હતું.જેને લઇ દીવાલમાં બાકોરૂ પડી ગયું હતું.
    દેવચંદભાઇ સહિત પાડોશીઓના બે મકાનોમાં તિરાડો પડી ગઈ હતી.ઘરમાં ભગવાનને દિવો કરી રહેલા દમની બીમારીથી પીડાતા ૬૮ વર્ષીય દેવચંદભાઇ ટેન્કરના અકસ્માતને ભૂકંપ સમજી ઘરની બહાર દોટ મૂકી હતી.જોકે તે બાદ ઘરમાં આવી જોતાં ઘરની દીવાલને ટેન્કર અથડાતા મોટું બાકોરૂ પડી ગયું હતું.અને મકાનની તમામ દિવાલોને તિરાડો સહીત મકાનને નુક્શાન થયુ હતુ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.