સુરતમાં બન્યું શુટર્સ ફેસિલિટેશન સેન્ટર, સ્ટુડન્ટ્સને મળશે પ્લેટફોર્મ અને ગાઇડન્સ

સુરત શહેરમાં સૌ પ્રથમ શુટર્સ ફેસિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં શુટિંગ શીખવા ઇચ્છતા સ્ટુડન્ટ્સને પ્લેટફોર્મ અને ગાઇડન્સ આપવામાં આવશે. શુટિંગને લઇને શુટિંગ કેટેગરી, ક્લોથ, નેશનલ અથવા સ્ટેટ શુટર આઇડી ક્યાંથી લઇ શકાય જેવી કોઇપણ ક્વેરી હોય તો આ ફેસિલિટેશન સેન્ટરમાં મળી રહેશે. સુરત ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના ડિરેક્ટર શ્યામ આદિત્યએ શુટિંગ કલ્ચર વિશે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે, ઇન્ટર કોલેજ લેવલની અન્ડર 19 શુટિંગ કોમ્પિટીશન પણ કોલેજો માટે યોજવામાં આવશે. જેથી કોલેજનાં સ્ટુડન્ટ્સ પણ એમાં ભાગ લઇ શકે છે અને એમની પ્રતિભાને પ્લેટફોર્મ આપી શકશે. 
 
આ શુટિંગ ફેસિલિટેશન સેન્ટરમાં સ્ટુડન્ટ્સ તેમજ એમના પેરેન્ટ્સને પણ કાઉન્સેલિંગ અને ગાઇડન્સ આપવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ્સનાં સ્વભાવ પ્રમાણે ક્યાં ફીટ થઇ શકે એના વિશે સમજાવવામાં આવશે. બાળકનો સ્વભાવ જો ચંચળ હોય અને એન્ટરટેઇનમેન્ટ માટે શુટિંગ કરવા માંગતો હોય તો એને ટ્રેપ શુટિંગ કરાવી શકાય જેમાં ફ્લાઇંગ સોસરને શુટ કરવાની હોય છે જેમાં બોડી અને વેપન મુવમેન્ટ હોવાથી લોકો એન્જોય કરી શકે છે. તેમજ જો બાળક કેરિયર બનાવવુ હોય તો એને રાઇફલ અથવા પિસ્તોલ શુટિંગમાં મુકી શકાય જેમાં એકાગ્રતા અને બેલેન્સથી શુટિંગમાં આગળ વધવામાં આવે છે. જો તમારા બાળકને ગુસ્સો વધારે આવતો હોય તો એને રાઇફલ શુટિંગમાં મુકી શકાય જેનાથી ગુસ્સા પર કંટ્રોલ પણ આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.