ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન અને વા.ચેરમેનની વરણી

ઉંઝા : એશિયાભરમાં વેપાર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસચેરમેન પદ માટે યોજાયેલ ચુંટણીમાં  ચેરમેન તરીકે દિનેશકુમાર એ.પટેલ અને વાઈસ ચેરમેન  તરીકે શિવપ્રસાદ એસ.રાવલ બંન્ને ઉંઝાવાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ખેડુત પ્રતિનિધિ તરીકે ચુંટાયેલા ઉપરોક્ત બંન્ને  પ્રતિનિધિઓએ બજાર સમિતિનો ચેરમેન અને વાઈસ ચેરમેન પદ સૌ પ્રથમવાર હાંસલ કર્યું છે. જેથી તેઓના ટેકેદારો, સમર્થકો અને  ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ઉંઝા બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે યોજાયેલ ચુંટણીમાં ખેડુત અને વેપારી વિભાગના પ્રતિનિધિઓ એક સ્થાનિક પાલિકાના પ્રતિનિધિ અને નાયબ નિયામક અને જીલ્લા  રજીસ્ટાર (સ.મં) મહેસાણા તથા જીલ્લા ખેતીવાડી અધિકારી મહેસાણા સહિત ૧પ ડીરેક્ટરો હાજર રહ્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.