02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / પાકિસ્તાનના PMનો પગાર 74,500 રૂપિયા જેટલો: ભારતીય પ્રધાનમંત્રીને મળતા પગારનો અડધો પણ નથી.

પાકિસ્તાનના PMનો પગાર 74,500 રૂપિયા જેટલો: ભારતીય પ્રધાનમંત્રીને મળતા પગારનો અડધો પણ નથી.   01/08/2018

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે. આ ચૂંટણીમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને સૌથી વધુ સીટો મળી છે. ઇમરાન ખાન હવે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બની શકે છે. તેઓ પહેલા જ ઘોષણા કરી ચુક્યા છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ સરકારી બંગલામાં રહેશે નહીં. પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના રીપોર્ટનું મુજબ પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીને ટેક્સ કાપ્ય પછી દર મહીને 1,40,000 પાકિસ્તાની રૂપિયામાં સેલેરી મળે છે.
 
પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના રીપોર્ટનું મુજબ પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીને ટેક્સ કાપ્ય પછી દર મહીને 1,40,000 પાકિસ્તાની રૂપિયામાં સેલેરી મળે છે. જેમાં તમામ ભથ્થાઓ સામેલ છે. ભારતીય મુદ્રાઓમાં આ પગાર લગભગ 74,500 રૂપિયા જેટલો થાય છે. જોકે પાકિસ્તાનમાં સેનેટરનું વેતન 4,00,000 પાકિસ્તાની રૂપિયા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના જજનો પગાર 9 લાખ પાકિસ્તાની રૂપિયા છે. તેમાં ભથ્થાઓ સામેલ નથી.
 
 પાકિસ્તાનમાં પીએમને મળતો પગાર ભારતીય પ્રધાનમંત્રીને મળતા પગારનો અડધો પણ નથી. ભારતીય પ્રધાનમંત્રીને તમામ ભથ્થાઓ મળીને દર મહિને 1,60,000 રૂપિયા જેટલું વેતન મળે છે. આ જાણકારી 2013માં એક આરટીઆઈના આવેદનના જવાબમાં સામે આવી હતી. પાકિસ્તાની ચલણમાં ભારતીય પીએમનો પગાર 3,00,000 પાકિસ્તાની રૂપિયાથી પણ વધુ હોય છે

Tags :