02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / નશામાં ધૂત દારૂ પીધેલા બેકાબૂ ટ્રક ડ્રાઇવરે 12 વાહનોનો કચ્ચરઘાણ નિકાળ્યો

નશામાં ધૂત દારૂ પીધેલા બેકાબૂ ટ્રક ડ્રાઇવરે 12 વાહનોનો કચ્ચરઘાણ નિકાળ્યો   07/05/2019

સુરતઃ જહાંગીરપુરામાં સોમવારે મોડી રાત્રે એક ટ્રક ડ્રાઇવરે દારૂના નશામાં બેફામ હંકારી બે કાર અને 10થી વધુ બાઈક્સને ભુક્કો બોલાવી દઈ લોકોના હોશ ઉડાવ્યા હતા. જે જગ્યા પર આ ઘટના બની હતી ત્યાં 100 જેટલા લોકો ઊભા હતા. સદ્દનસીબે કોઈને અકસ્માત નડ્યો ન હતો.
 
સોમવારે મોડી રાત્રે બનેલી ઘટના મુજબ, જહાંગીરપુરા થી ડભોલી તરફ જતાં બ્રિજ નીચે એક ટ્રકના ચાલક કે જેનું નામ રમેશ હીરા લુહાર(ઉ.વ-42, રહે-પીપલોદ) છે. તેણે જહાંગીરપુરા બ્રિજ નીચે 7 રાઉન્ડ મારીને બે કાર અને 10થી વધુ બાઈક્સને ભુક્કો બોલાવી દીધો હતો.. ત્યારબાદ ટ્રકને ખેતરમાં ઉતારી ત્યાંથી રિવર્સ રોડ પર લાવ્યો હતો. બેફામ ગાડી હંકારી લોકોના જીવને તાળવે ચોટાડનાર ટ્રક ડ્રાઈવર રમેશ પર ત્યાં હાજર લોકોના ટોળાએ તેને પકડીને મેથીપાક આપ્યો હતો. તેમજ તેને પોલીસના હવાલે કર્યો હતો.
 
પોલીસ વિગતો મુજબ, ટ્રકનો ચાલક ચિક્કાર દારૂ પીધેલો હતો. તેને આ ટ્રક કોની છે તેનું પણ ભાન ન હતું. આ અંગે ત્યાં હાજર એક કારના ચાલકે જહાંગીરપુરા પોલીસમાં ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને નજરે જોનાર શૈલેષ રબારીએ જણાવ્યું હતું કે, ભગવાનની મહેરબાની છે કે આ અકસ્માતમાં ડ્રાઈવરે ટ્રકને પિલ્લર સાથે અથડાવી દીધી હતી જેથી કોઈને ઈજા થઈ ન હતી. નહીંતર મોટી દુર્ઘટના સર્જાતે, ત્યાં 100થી વધુ લોકો તે સમયે હાજર હતા.

Tags :